<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

પોલીસ વડા મયુર ચાવડાની કડક કાર્યવાહીથી પોલીસ અધિકારીઓની ઠંડી ઉડી

વાગરા પો.સ્ટેશનના પીઆઇ વાઘેલાને SP એ લીવ રીઝવઁમાં મુકતા અન્યોમાં ફફડાટ: રૂ.૧ લાખનો દેશી દારૂ વીજીલન્સની ટીમે પકડી પાડવાના કેસના પડઘા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડા ઝીરો ટોલરેન્સની પદ્ધતિ થી કામગીરી કરનાર અધીકારીની છાપ ધરાવે છે. દારૂ-જુગાર અને અસમાજીક તત્વો ઉપર કડક કાયઁવાહી કરે છે. ભરૂચ પોલીસ વડા લાંબી રજા ઉપર રહેતા તમામ અસમાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને જાણે છુટો દોર મળ્યો હતો.જેમાં વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજીલન્સ ટીમે રેડ કરતાં રૂ.૧ લાખનો દેશી દારૂ મળી આવતા તેના ઘેરા પ્રત્યાઘાટો પડ્યા હતા. ત્યારબાદ જીલ્લા પોલીસ વડા ફરજ ઉપર હાજર થતાંની સાથે જ વાગરા પો.સ્ટેશનના પીઆઇ પી.આર વાઘેલાની કામગીરી પ્રત્યેની નિષ્ક્રિયતાના કારણે કડક કાયઁવાહી કરતાં તેમને તાત્કાલિક લીવ રીઝવઁમાં બદલી કરી દેવાતા અન્ય આવા અધિકારીઓ ની ઊંઘ ઊડી છે
   અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડાની કાયઁવાહીથી જીલ્લાના તમામ પો.સ્ટેશનના અધીકારીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે.આવનાર સમયમાં કેટલાક પોલીસ અધીકારીઓની કામગીરીનું નિરીક્ષણ ચાલી રહ્યું છે.કેટલાક અધીકારીઓ ઉપર રાતોરાત ખાતાકીય કાયઁવાહી થાય તો નવાઈ નહીં તેવી ચચાઁ એ જોર પકડ્યું છે.આવી કડક કાર્યવાહી થી ભરૂચ જીલ્લા પોલીસ તંત્રમાં સન્નાટો છવાઈ ગયો છે

(11:37 PM IST)