<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

રાજપીપળા આરબ ટેકરામાં વડીલોપાર્જીત મિલ્કત પચાવી પાડનાર મહિલા સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં વડા મથક રાજપીપળાના આરબ ટેકરા વિસ્તારમાં આવેલ વડીલોપાર્જિત મિલકત પચાવી પાડનાર એક મહિલા વિરૂદ્ધ ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે
    પ્રાપ્ત વિગતો અનુસાર જુબેર મહંમદ હુસેનભાઇ દીવાન (મુળ રહે.આરબ ટેકરા કોળીવાડ, રાજપીપળા,  હાલ રહે. તેનતલાવ. નવીનગરી તા.ડભોઇ જી.વડોદરા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ જેતુનબેન તે અલીમહંમદ ઇમદાદ અલી દિવાન (રહે. આરબ ટેકરા, રાજપીપલા )નાઓએ રાજપીપલા આરબ ટેકરા ખાતે આવેલ શીટ નં-૪ સીટી સર્વે નં-૯૩/૧/અ ક્ષેત્રફળ ૫૮.૬૨૧૧ વાળી તેમની માલિકીની વડીલોપાર્જીત રહેણાંક મકાનવાળી મિલ્કત ઉપર ગેરકાયદેસર કબ્જો કરી લઇ મિલ્કત પચાવી પાડતા તેમણે જેતુનબેન ને કબ્જો છોડવા જણાવવા છતા આજદિન સુધી કબ્જો નહી છોડી ગેરકાયદેસર કબ્જો કરી લઇ રહેણાંક મકાનવાળી મિલ્કત પચાવી પાડી ગુન્હો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:37 PM IST)