News of Thursday, 28th November 2024
હરિયાણાથી ગુજરાતમાં ઠલવાતા દારૂના 5.52 લાખના જથ્થાને ફિલ્મી ઢબે ઝડપી પાડતી સાગબારા પોલીસ
સાગબારા પોલીસે ફિલ્મી ઢબે સ્વીફ્ટ કારનો પીછો કરી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો જ્યારે બીજો ફરાર:પોલીસે રૂપિયા 5. 52 લાખ નો મુદ્દા માલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:હરીયાણા રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં મારૂતિ સ્વીફટ ગાડી મારફતે ઘુસાડવામા આવતો ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદીજુદી બ્રાંડની બોટલો કુલ નંગ-૩૬૧ ( દારૂ લીટર ૩૪૫.૭૫૦ ) કુલ કિ.રૂ.૨.૫૨.૮૪૫/- ના પ્રોહી મુદ્દામાલ સહિત શિફ્ટ કાર્ડ કિંમત રૂપિયા 3 લાખ સાથે કુલ 552845 રૂપિયાનો મુદ્દા માલ ઝડપી એક આરોપીને પકડી પાડી સાગબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોપાલસિંહ નાથુસિંહ રાજપુત (સીસોદીયા) (રહે.ગામ-જાવદ, મંડીલા તા-સરાડા, ઉદયપુર (રાજસ્થાન) તથા વોન્ટેડ આરોપી સુનિલ હીરાલાલજી જગુરામજી સાવલી રહે.હોલી ચોક કોલોની સરસ્વતી હોસ્પીટલની પાછળ, ઉદયપુર (રાજસ્થાન) નાઓએ એકબીજાની મદદગારી થી પોતાના કબ્જામાંની મારૂતિ સ્વીફટ ગાડી નંબર GJ-02.AP-4916 ઉપર MH-06-AW-8579 લખેલ ખોટી અને બનાવટી નંબર લખેલ નંબર પ્લેટ લગાડી જેમા ગે.કા.વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદીજુદી બ્રાંડની બોટલો કુલ નંગ-૩૬૧ કુલ કિ.રૂ.૨.૫૨.૮૪૫/- નો મુદ્દામાલની હેરાફેરી કરી પોલીસ ને જોઈ ભાગવા જતા સાગબારા પોલીસ સ્ટેશન સામે આવેલ હાઇવે રોડ ઉપર બેરીકેટીંગ માટે મુકેલ લોખંડના બેરીકેટને અથાડી નુકશાન કરી તેમજ પોતાની ગાડીને નુકશાન કરી દારૂ કિ. રૂ. ૨.૫૨,૮૪૫/-નો પ્રોહી મુદ્દામાલ તથા મારૂતિ સ્વીફટ ગાડી આશરે કિ.રૂ.૩,૦૦, ૦૦૦/-મળી કુલ કિ.રૂ.૫,૫૨,૮૪૫-ના મુદ્દામાલ સાથે ગોપાલસિંહ નાથુસિંહ રાજપુત સ્થળ ઉપર પકડાઈ જઈ તથા સુનિલ હીરાલાલજી જગુરામજી સાવલી સ્થળ ઉપરથી ભાગી જઈ ગુનો કરવામા એક બીજાની મદદગારી કરતા સાગબારા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
