News of Thursday, 28th November 2024
શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ રાજપીપલાના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ રાજપીપલા ના DLSS ખેલાડીઓ દ્રારા SGFI અં -૧૭ ભાઇઓ દ્વારા રાજ્ય કક્ષાએ હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતમાં દબદબો બનાવી રાખ્યો હતો
૬૮ મી શાળાકીય રમત અંડર. ૧૭ ભાઇઓ રાજ્ય કક્ષા હેન્ડબોલ સ્પર્ધા મહેસાણા ખાતે યોજવામા આવી જેમાં શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ, રાજપીપલા ખાતેની DLSS ખેલાડી ભાઇઓ દ્રારા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી રાજપીપલા , તેમજ શ્રી અંબુભાઈ પુરાણી રાજપીપલા તથા સમગ્ર નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું તે બદલ અંડર -૧૭ હેન્ડબોલ ટીમના તમામ ભાઇઓ તેમજ બારોટ સંદીપ (હેન્ડબોલ કોચ) દિગ્વિજયસિંહ ગોહિલ (હેન્ડબોલ ટ્રેનર) ને શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ વતી શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ગોહિલ સાહેબ તેમજ તમામ વિભાગનાં આચાર્ય અને તમામ સ્ટાફ દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ આગામી સ્પર્ધાઓમાં વિશેષ પરીણામ અપાવી SAG/DSDO કચેરી નર્મદા તેમજ શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ સાથે સમગ્ર નર્મદા જીલ્લાનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ પાઠવવા આવી હતી.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
