તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 30th November 2024
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર :ભારતનું દુર્ભાગ્ય છે, પાકિસ્તાનમાં હિન્દુઓ બચ્યા જ નથી : ગિરિરાજસિંહ
કેન્દ્રીય ટેક્સટાઇલ્સ મંત્રી ગિરિરાજસિંહે સુરતમાં ફેરડીલ ટેક્સટાઈલ પાર્ક ખાતેનાં ટેક્સટાઈલ એકમોની મુલાકાત લીધી: તેમણે કહ્યું કે, બાંગ્લાદેશની સ્થિતિ પર ભારત સરકારની સતત નજર છે અને ભારત સરકારે કડક ચેતવણી આપી છે

સુરત :કેન્દ્રીય ટેક્સટાઇલ્સ મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે છે. આજે તેમણે અલગ-અલગ કંપનીઓની મુલાકાત લીધી હતી અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ ભારતનું દુર્ભાગ્ય છે, પાકિસ્તાનમાં હિન્દુઓ બચ્યા જ નથી.
કેન્દ્રીય ટેક્સટાઇલ્સ મંત્રી ગિરિરાજસિંહે સુરતમાં ફેરડીલ ટેક્સટાઈલ પાર્ક ખાતેનાં ટેક્સટાઈલ એકમોની મુલાકાત લીધી અને પોલિએસ્ટર, નાયલોન 66 અને કેવલર જેવા આધુનિક સિન્થેટિક ફાઈબરની પ્રક્રિયાને સમજી હતી. દરમિયાન, ગિરિરાજસિંહે બાંગ્લાદેશ -પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ભારતનું દુર્ભાગ્ય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ બચ્યા જ નથી. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે.
કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, મ્યાનમારમાં એકવાર મુસલમાન પર કંઈ થયું હતું ત્યારે મુંબઈમાં લાખો મુસ્લિમોએ પ્રદર્શન કર્યું હતું. આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ફકત મારપીટ, મંદિરો જ નથી તૂટી રહ્યા પરંતુ, વહુ-દીકરીઓની ઈજ્જત પણ લૂટવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશની સ્થિતિ પર ભારત સરકારની સતત નજર છે અને ભારત સરકારે કડક ચેતવણી આપી છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
