તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
વડોદરાના મકરપુરા વિસ્તારમાં લારી ઉપર વેપારીના પુત્ર પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો
ચાર શખ્સોએ યુવક પર તલવાર લાકડીના ફટકા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો:ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના બનાવની શાહી હજી સુકાઈ નથી. ત્યાં તો મકરપુરા વિસ્તારમાં લારી ઉપર વેપારીના પુત્ર પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે.
તાજેતરમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ માથાભારે ઈસમ બાબર પઠાણે ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી. જેને લઇ કારેલીબાગ પોલીસ મથકના સેકન્ડ પીઆઇ સહિત પોલીસ કર્મચારીઓની સામે શહેર પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંબંધિત ઘટનામાં જવાબદાર તમામને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જીજી માતાના મંદિર પાસે એક લારી પર વેપારીના પુત્ર ઉપર કેટલાક અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડાની અદાવત રાખી આ યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ચાર શખ્સોએ આ યુવક પર તલવાર લાકડીના ફટકા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને ત્વરિત સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થતા માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલો પહોંચ્યો હતો.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
