<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કરકથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ટીબીના દર્દીઓને નિઃશુલ્ક દવાની સાથે પોષણક્ષમ આહાર મળી શકે તેવા ઉમદા હેતુથી ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન ગમ કંપની દ્વારા પ્રા આ કેન્દ્ર કરકથલના તમામ ટીબી દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી તથા તમામ દર્દીઓનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

(11:49 AM IST)