તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
તા.૬ અને ૭મીએ રવિ કૃષિ મહોત્સવ
પ્રાકૃતિક ખેતી, પાક વ્યવસ્થાપન, કીચન ગાર્ડનીંગ વગેરેને પ્રોત્સાહન મુખ્ય કાર્યક્રમ દાંતીવાડામાં: તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવ પણ યોજાશે

રાજકોટ તા. ૩૦ :.. રાજયમાં ડીસેમ્બરના પ્રારંભે રવિ કૃષિ મહોત્સવ યોજાનાર છે. સૌરાષ્ટ્રમાં શિયાળામાં ઘઉં, ચણા, લસણ વગેરેનું વાવેતર થતુ હોય છે.
રવિ કળષિ મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકારના કળષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માના નેતળત્વ હેઠળ ઉચ્ચ અધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તારીખ ૬ અને ૭ ડિસેમ્બરના રોજ યોજાનારા રાજ્ય કક્ષા અને તાલુકા કક્ષાના કળષિ મહોત્વ સંબંધિત આયોજન, સંકલન અને વ્યવસ્થાને લઈને વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં વિવિધ જિલ્લાનાં કલેકટરે તથા કળષિ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. અધિક મુખ્ય સચિવે જળસંગ્રહ, દવા છંટકાવ સંકલિત ખેતી જેવી બાબતોથી ખેડૂતોને અવગત કરવા અધિકારીઓને સુચન કર્યુ હતું.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી દાંતિવાડા યુનિવર્સિટી ખાતે યોજાવા જઈ રહેલા આ રવિ કળષિ મહોત્સવમાં ખેડૂતો માટે અલગ અલગ સ્ટોલ મુકવામાં આવશે. વધુમાં વધુ ખેડૂત લાભાર્થીઓ ભાગ લઈ શકે તે માટે લાયઝન અધિકારીની નિમણુક પણ કરવામાં આવી છે. કાર્યક્રમનાં સ્થળે ખેડૂતો માટે આરોગ્ય ટીમ, કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ, વીજ પુરવઠા માટે UGVCL, ફાયર સેફ્ટી, ર્પાકિંગ તથા કળષિ પરિસંવાદમાં વિષય વક્તાઓની યાદી તૈયાર કરવા અધિક મુખ્ય સચિવે અધિકારીઓને તાકિદ કરી હતી.
આ કોન્ફરન્સમાં પ્રાકળતિક ખેતી પર વિશેષ ભાર મુકી પ્રાદેશિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા કળષિ યુનિવર્સિટીઓના સહયોગથી અલગ અલગ ગળપ બનાવવા સુચના અપાઈ હતી. જ્યારે ખેડૂતો માટે કળષિ સંબંધિત સાહિત્ય પણ વિતરણ કરવાનો વિચાર પ્રગટ કરવામાં આવ્યો હતો. પશુપાલન વિભાગ દ્વારા રવિ પશુઓના રસીકરણ અને ખસીકરણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે તેમ જણાવાયું હતું. ખેડૂતો પોતાના COLLECTIVE FARMING ના મોડલ પર પ્રેઝન્ટેશન આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની જોગવાઈ પણ કરાઈ હતી.
અધિક મુખ્ય સચિવશ્રીએ કીચન ગાર્ડનીંગના કોન્સેપ્ટને અપનાવી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરવા અધિકારીઓને સલાહ આપી હતી. ખેડૂતોને પ્રેરણા મળે તે માટે નજીકના પ્રાકળતિક કળષિનાં મોડલ ફાર્મની મુલાકાતે લઈ જવા અધિકારીઓને જણાવાયું હતું. રાજ્યકક્ષાના રવિ કળષિ મહોત્સવ કાર્યક્રમમાં ૫૦૦૦ ખેડૂતો ભાગ લેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
