<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

૨૧ વર્ષથી વોન્‍ટેડ આરોપીને રાજસ્‍થાનથી પકડવા પોલીસ વીમા એજન્‍ટ બની હતીઃ પીઆઇ આર.એસ. સુવેરા.

સીપી અનુપમસિંહ ગેહલોતનું માર્ગદર્શન અને પ્‍લાન ફુલ્લી સક્‍સેસ રહ્યોઃ સુરત પીસીબી પીઆઇ સાથે અકિલાની વાતચીત

રાજકોટ તા. ઇન્‍ડીયન ફિલ્‍મમાં સની દેઓલ એક ડાયલોગ ખૂબ પ્રચલિત  થયેલ. ડીસીપી આઝાદની ભૂમિકા ભજવતા સન્ની દેઓલ પોલીસ અધિકારીઓની બેઠકમાં કહે છે કે પોલીસ ધારે તો મંદિર બહારથી કોઈ ચોર એક ચપ્‍પલ પણ ન ઉઠાવી શકે. કહેવાનું તાત્‍પર્ય એટલું છે કે જો   પોલીસની પ્રથમ પ્રાયોરિટી અપરાધ રોકવાની હોય તો જે ધારે તે કરી શકે.      

 સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નાના મોટા તમામ અધિકારીને કોઈ અપરાધી ગુન્‍હા પછી પોલીસ પક્કડથી દૂર રહે તે પોલીસ તંત્રની નાલેશી હોવાનું દ્રઢતાપૂર્વક જણાવી ક્રાઇમ બ્રાન્‍ચ, એસઓજી અને પીસીબીને વિશેષ જવાબદારી સુપ્રત કરેલ છે. ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા ટીમ દ્વારા આ માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરાવી છે.

સુરત શહેરમાં પોલીસ કમિશ્નર દ્વારા પાસાની ઝુંબેશમાં જેમની ભૂમિકા ખૂબ સંતોષકારક રહી છે તેવા ષ્ટણૂણુ પીઆઇ આર.એસ . સુવેરા દ્વારા આ માટે વિવિધ ટીમો બનાવી છે.

આ દરમિયાન પીસીબીના એએસઆઇ હસમુખભાઈ અને હેડકોન્‍સ્‍ટેબલ  અશોકભાઈ લૂણીને બાતમી મળેલ કે સુરતના ઉમરા પોલીસ મથક હેઠળના ઘરફોડ  ગુન્‍હાનો રીઢો આરોપી કે જે ૨૧ વર્ષથી ફરાર છે, તે રાજસ્‍થાન હોવાની બાતમી મળેલ, પીઆઇ આર એસ . સુવરા દ્વારા બાતમી અંગે ખરાઈ કરી પારિવારિક કારણોસર રજા પર જય રહેલ સીપી સાથે ચર્ચા કરી માર્ગદર્શન મેળવી ટીમ રવાના કરેલ, અંતે પશ્ચિમ રાજસ્‍થાન પોહચી આરોપી ગણપતનાથ દુગનાથને ઝડપી લેવામાં સફળતા મળેલ. 

અકિલા સાથેની વાતચીતમાં પીઆઇ આર એસ સુવેરા એ જણાવેલ કે સીપીનાં માર્ગદર્શન હેઠળ અમારી ટીમ સીપીની સૂચના મુજબ આરોપીને તેમના રાજસ્‍થાનના વતનના ગામેથી પકડવા સરકારી વીમા યોજનાના એજન્‍ટ બની  તેમના ગામ પહોંચી ખાતરી કરી આરોપીને ઝડપી લીધેલ.

(12:14 PM IST)