તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
ગુજરાતમાં લગ્ન જીવનમાં મતભેદો વધતા ફેમિલી કોર્ટમાં રોજના ૧૬૧ નવા કેસ

ગાંધીનગર તા. ૩૦: ગુજરાતની ફેમિલી કોર્ટમાં આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર સુધી ૪૪૦૩૭ કેસ નોંધાયા છે.આમ, આ સ્થિતિએ ઙ્કત્યેક દિવસે નવા ૧૬૦ કેસ નોંધાયા છે. જેની સરખામણીએ ૨૦૨૩માં ૨૭૧૯૪ કેસ નોંધાયા હતા. આ પૈકી ૨૦૨૩માં ૩૦૦૮૪,૨૦૨૪માં ૩૦૬૫૯ કેસનો નિકાલ થયો હતો. આ મુજબ ગુજરાતની ફેમિલી કોર્ટમાં રોજના ૧૧૨ કેસનો નિકાલ થાય છે. આ ઉપરાંત ૫૦૧૨૮ કેસ હાલમાં પેન્ડિંગ છે. આ સ્થિતિએ પ્રત્યેક ફેમિલી કોર્ટ ૧૦૦૦થી વધુ પેન્ડિંગ કેસનું ભારણ ધરાવે છે.
આ વર્ષે સમગ્ર દેશની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર ઙ્કદેશ ૧.૮૮ લાખ સાથે મોખરે, પંજાબ ૫૫૫૪૭ સાથે બીજા, કેરળ ૪૫૬૨૮ સાથે ત્રીજા, ગુજરાત ચોથા સ્થાને છે. અન્ય મોટા રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં ૩૦૨૩૬, મધ્ય ઙ્કદેશમાં ૩૨૮૭૪, રાજસ્થાનમાં ૩૪૧૭૪ કેસ નોંધાઇ ચૂકયા છે. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ૩.૯૮ લાખ, કેરળમાં ૧.૦૯ લાખ, પંજાબમાં ૭૭૬૦૪ જેટલા પેન્ડિંગ કેસ છે. સમગ્ર દેશની ૮૪૮ ફેમિલી કોર્ટમાં ૬.૪૩ લાખ કેસ નોંધાયા છે. ૧૨.૪૨ લાખ પેન્ડિંગ છે જ્યારે ૬.૮૫ લાખ કેસનો નિકાલ થયેલો છે.
આ અંગે એડવોકેટ આરૂષી એસ.દેસાઇએ જણાવ્યું કે, છૂટાછેડા અને ભરણપોષણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોવિડ-૧૯ને પગલે માત્ર આંશિક રીતે ટ્રાયલ કોર્ટ ચાલતી હતી અને જેના કારણે કેસના બેકલોગમાં વધારો થયો છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં કોર્ટ શરૂ થઇ ત્યારથી ફેમિલી કોર્ટમાં ખાસ કરીને ભરણપોષણને લગતા કેસ વધ્યા છે. હાલ ફેમિલી કોર્ટમાં ૭ કોર્ટ છે અને તમામમાં મેટર સમાન રીતે ફાળવાય છે.
મતે, છેલ્લા કેટલાક સમયથી દંપતીમાં નાની તકરાર મોટું સ્વરૂપ ધારણ કરવા લાગે છે અને તે છેવટે છૂટાછેડામાં પરિણમે છે. દંપતીમાં સમજણનો સેતુ સતત તૂટી રહ્યો છે અને બન્નેમાંથી જાણે કોઇ અહમની દીવાલ તોડવા માટે તૈયાર નથી. વર્તમાન સમયમાં મહિલા અને પુરૂષની પ્રાથમિકતા બદલાઇ છે. મોબાઇલ, સોશિયલ મીડિયામાં વધુ પડતો સમય તણાવનું કારણ છે. નાની-નાની વાતોમાં સાસુ-સસરા સાથે અણબનાવના કિસ્સા વધ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના ૧૦ હજારથી વધુ કેસ પડતર હોવાનું મનાય છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
