તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
આયુષ્માન ભારત યોજના અંતર્ગત ધોળકા ખાતે પ્રધાનમંત્રી વય વંદના કેમ્પ યોજાયો
સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ધોળકા ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને કેમ્પ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ધોળકા શહેર ખાતે 70 વર્ષથી વધુ વય ધરાવતા તમામ લાભાર્થીઓને આધારકાર્ડથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી વય વંદના યોજનાનું કાર્ડ મળી રહે તે માટે સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ધોળકા ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર, તેમજ ધોળકા શહેર ના તમામ પદાધિકારીઓ અને 70 વર્ષથી વધુ વય ધરાવતા લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. ધારાસભ્યની અધ્યક્ષતામાં ધોળકા વિધાનસભા તમાકુના વ્યસનથી મુક્ત કરવા હાજર સૌને પ્રતિજ્ઞા લેવડાવેલ હતી. આ કેમ્પમાં 350 થી વધારે 70 વર્ષથી વધુ વય ધરાવતા લાભાર્થીઓને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત કાર્ડ કાઢવામાં આવ્યા હતા.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
