<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વડોદરામાં શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો દ્વિતીય દીક્ષાંત સમારોહ સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેરણાદાયી દીક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું :કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવની ગરિમામય ઉપસ્થિતિ:દ્વિતીય દીક્ષાંત સમારોહમાં 239 વિદાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત:આઝાદીના અમૃતકાળમાં પોતાની કારકિર્દી શરૂ કરનારા યુવા પદવીધારકો વિકસિત ભારત @ 2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન

ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરના સુનિયોજિત વિકાસ સાથે બહેતરીન લોજિસ્ટિક્સ સેવાઓ દ્વારા કોમ્પિટિટિવ બિઝનેસ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય આગવું કદમ છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાનના માધ્યમથી લોજિસ્ટિક્સમાં વર્લ્ડ લેવલે થતાં એવરેજ ટાઈમથી ઓછા સમયમાં ટ્રાન્સપોર્ટેશન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે
 ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માટે 31 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાશે
રાજ્યના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટેના TPI, DPR  બનાવવામાં ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના જ્ઞાન કૌશલ્યનો સહયોગ સરકાર અને વિશ્વ વિદ્યાલય બેય માટે વિન-વિન સિચ્યુએશન છે
 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વ અને દ્રઢ સંકલ્પને કારણે વડોદરામાં આ યુનિવર્સિટી કાર્યરત થઇ છે ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા એરબસ સાથે સંકલન સાધીને એમને જરૂરી હોય તે પ્રકારે અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે  ગતિશક્તિ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને બહાર આવતા છાત્રોનું ટેલેન્ટ દેશના વિકાસમાં નવી ઊર્જા ભરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું હતું.
આ દ્વિતીય દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય રેલવે મંત્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવની ગરિમામય ઉપસ્થિતિમાં 239 વિદાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે, આઝાદીના અમૃતકાળમાં પોતાની કારકિર્દી શરૂ કરનારા ગતિ શક્તિ વિદ્યાલયના યુવા પદવીધારકોને વિકસિત ભારત @ 2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા આહવાન કર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓના જીવનમાં આજથી એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.
મુખ્યમંત્રીએ પદવીધારકોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, ભવિષ્યમાં તેઓ જ્યાં પણ કાર્ય કરે, હંમેશા સૌ એક વાત યાદ રાખે કે તેમની મહેનત, શિસ્ત અને સારા ઈરાદા સાથે સમાજમાં-રાષ્ટ્રમાં શું યોગદાન આપે છે તેના પર તેમની સફળતાનો આધાર રહેશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલી ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય દેશભરના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરના સુનિયોજિત વિકાસ સાથે બહેતરીન લોજિસ્ટિક્સ સેવાઓ વધુ સુદ્રઢ કરીને કોમ્પિટિટિવ બિઝનેસ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં આગવું કદમ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય રેલ એન્જિનિયરિંગ, બ્રિજ અને ટનલ, એવિએશન, મેટ્રો રેલ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં બહુવિધ અભ્યાસક્રમો ઓફર કરતી વિશ્વ કક્ષાની દેશની એકમાત્ર યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી દેશના યુવાનોને નવા યુગના આ ઉભરતા ક્ષેત્રમાં તેમના વ્યવસાયિક ભવિષ્ય માટે તકો પૂરી પાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરને સુદ્રઢ કરવા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી જેવી ઘણી પહેલો આપી છે. વડાપ્રધાનએ આ નેશનલ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાનના માધ્યમથી માલ પરિવહનમાં વર્લ્ડ લેવલે થતાં એવરેજ ટાઈમથી ઓછા સમયમાં ટ્રાન્સપોર્ટેશન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ, દેશમાં રોડ નેટવર્ક, રેલ નેટવર્ક, પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એરપોર્ટ સહિત અનેક આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિકાસ થયો છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગતિ શક્તિ યુનિવર્સિટીના પરિસર માટે 31 હેક્ટર જમીન રાજ્ય સરકાર ફાળવશે તેમ પણ જણાવ્યું હતું. 
રાજ્ય સરકાર અને યુનિવર્સિટીના પરસ્પર સહયોગ અંગે વિગતો આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું હતું કે, રાજ્યના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટેના TPI, DPR  બનાવવામાં ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના જ્ઞાન કૌશલ્યનો સહયોગ સરકાર અને વિશ્વ વિદ્યાલય બેય માટે વિન-વિન સિચ્યુએશન છે.
ગુજરાતને ગતિશક્તિ યુનિવર્સિટી જેવી વિશ્વ કક્ષાની સંસ્થા આપવા માટે તેમણે વડાપ્રધાન અને રેલ્વે મંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ગતિશક્તિ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વ અને દ્રઢ સંકલ્પને કારણે વડોદરામાં આ યુનિવર્સિટી કાર્યરત થઇ છે અને તેમાં એવા અભ્યાસક્રમોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને બહારના ઔદ્યોગિક સમુહને જરૂરિયાત હોય.
તેમણે એમ પણ જણાવ્યું કે, વડોદરા શહેરમાં ટાટા એરબસનો પ્લાન્ટ પણ કાર્યરત થયો છે અને એરબસને આગામી સમયમાં ૧૫ હજાર જેટલા ઇજનેરોની જરૂરિયાત ઉભી થવાની છે, આ બાબતને ધ્યાને રાખીને ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા એરબસ સાથે સંકલન સાધીને એમને જરૂરી હોય તે પ્રકારે અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે. જે ક્લાસ રૂમમાં ભણાવવામાં આવે છે, તે જ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ કામ આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રાન્સપોર્ટેશન અને લોજીસ્ટિકનું જ શિક્ષણ આપે એવી વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેમ હતી અને તેને ગતિશક્તિ યુનિવર્સિટી સાકાર કરી રહી છે, તેમ કહેતા રેલ્વે મંત્રી વૈષ્ણવે ઉમેર્યું કે, અહીંથી અભ્યાસ કરીને બહાર આવતા છાત્રોનું ટેલેન્ટ દેશના વિકાસમાં નવી ઊર્જા ભરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં વિવિધ ક્ષેત્રમાં થઇ રહેલા વિકાસની ભૂમિકા આપતા રેલ્વે મંત્રીએ કહ્યું કે, મેટ્રો, બૂલેટ ટ્રેન, હાઇવે અને પૂલોના નિર્માણનું કામ તીવ્ર ગતિએ થઇ રહ્યું છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે જરૂરી એવા માનવ સંસાધન મળી રહે તેવા અભ્યાસ ક્રમો પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટી દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટી પૈકીમાં સ્થાન પામે છે, એવો આશાવાદ વ્યક્ત કરતા રેલ્વે મંત્રીએ છાત્રોને તેમની ઉજ્જવળ કારકીર્દિ માટે શુભકામનાઓ પાઠવી હતી.
મહાનુભાવોના હસ્તે ચાર ગોલ્ડ મેડાલિસ્ટ છાત્રોને પદવિ એનાયત કરવામાં આવી હતી.
આ વેળાએ યુનિવર્સિટીના કોર્ટ મેમ્બર અને સાંસદ ડો. હેમાંગ જોશીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને છાત્રોને ડિગ્રી એનાયત કરી હતી. ઉપકુલપતિ મનોજ ચૌધરીએ સ્વાગત પ્રવચન સાથે સંસ્થાની શૈક્ષણિક પ્રગતિઓ અહેવાલ આપ્યો હતો.
આ વેળાએ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://we.tl/t-WBrQm6J4XB

(8:34 PM IST)