<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

આજે મધરાતથી સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો

રાજ્યમાં નવા ભાવ અમલમાં, હવે એક કિલો ગેસના રૂ.77.76 ચૂકવવા પડશે: ગુજરાત ગેસ કંપની દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા માટે નવા ભાવ જાહેર કર્યા

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો છે. ગુજરાત ગેસ દ્વારા ગુજરાત રાજ્યની સાથે સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા રાજ્યમાં પણ ભાવવધારો અમલી બનાવ્યો છે. સીએનજી ગેસમાં વધારો થયા બાદ હવે પીએનજીમાં પણ ભાવ વધારાની શકયતા જોવાઇ રહી છે.

ગુજરાત ગેસ કંપની દ્વારા  ગુજરાત, પાલઘર- થાણે, રાજસ્થાન અને હરિયાણા માટે નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત માટે 77.76 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ જાહેર કરાયો છે. અત્યાર સુધી ગેસનો ભાવ રૂ.76.26 હતો. આ નવો ભાવ આજે મધરાતથી અમલમાં આવશે. એટલે હવેથી સીએનજી ગેસ માટે વાહન ચાલકોએ કિલો દીઠ દોઢ રૂપિયો વધારે ચૂકવવો પડશે.

(10:47 PM IST)