તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Sunday, 1st December 2024
ડભોઈના મોતીપુરા નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ :એકનું મોત :7 લોકો ઘાયલ
બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સઘન સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મોતીપુરા નજીક અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતાં બોલેરો કાર રોડની સાઈડમાં ઉતરીને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અલીકોટવાલ ખાતે રહેતા રમેશભાઈ તિરાડ (30) મધ્ય પ્રદેશના અલીરાજપુરથી બોલેરો ગાડીમાં તારાપુર જવા માટે નીકળ્યા હતા. તેમની સાથે ડ્રાઈવર વીરસિંહ ખાનસિંહ ડાવર, ઉગરસિંહ ઉર્ફે માધુભાઈ, ઈકમ રાવત, ડેમરિયા બામણિયાભાઈ, ગ્રેમટીયા બામણીયા અને રાહુલ લાલુભાઈ સહિત 7 લોકો ગાડીમાં હતા.
રાતે 8 વાગ્યાના અરસામાં તેમની બોલેરો ગાડી ડભોઈ તાલુકાના મોતીપુરા નજીકથી પસાર થઈ રહી હતી. આ સમયે પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા બોલેરો ગાડી રોડની સાઈડમાં ઉતરીને વરસાદી કાંસમાં ખાબકી હતી.
આ અકસ્માતમાં બોલેરોમાં સવાર લોકોને ઈજા પહોંચી હતી. જેમને 108ની મદદથી નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સઘન સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં રાહુલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. હાલ તો ડભોઈ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
