News of Sunday, 1st December 2024
આણંદની પરિણીતા દુષ્કર્મ કેસઃ ભાજપનો ભાગેડુ વોર્ડ કાઉન્સિલ ૧પ દિવસ બાદ પકડાયો
દીપુ ગોરધનભાઇ પ્રજાપતિએ મત નાખવા અંગેની માહિતીને લઇને મહિલા સાથે દુષ્કર્મ આચરેલ

આણંદઃ રાજ્યના આણંદમાથી મોટા અહેવાલ આવ્યા છે. આણંદમાં રહેતી 35 વર્ષીય પરિણીતા ઉપર દુષ્કર્મના મામલે પોલીસને સફળતા મળી છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના BJP કાઉન્સિલર દીપુ ગોરધનભાઇ પ્રજાપતિને 15 દિવસ બાદ આણંદ ટાઉન પોલીસે ઝડપી લીધો છે.
છેલ્લા 14 દિવસથીફરાર દિપુ પ્રજાપતિને પોલીસે રોજ ઝડપી પાડ્યો હતો. ભાજપના કાઉન્સિલર સાથે જોડાયેલી આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આણંદ પોલીસ આ ગુનાની વધુ તપાસ કરી રહી છે.
આણંદમાં 35 વર્ષીય એક પરિણીતા બપોરના સમયે પોતાના બે નાના બાળકો સાથે ઘરે હતી અને તેના પતિ કામ અર્થે બહારગામ ગયાં હતાં. તે દરમિયાન આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6નો ભાજપ કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આ પરિણીતાના ઘરે ગયો હતો અને વોટ નાખવા અંગેની માહિતીને લઈને દુષ્કર્મ આચર્યુ હતું..
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
