તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
ગુજરાતના વાહન ચાલકોની માઠીઃ CNGના ભાવમાં ૧.પ૦ રૂપિયા વધ્યા
સૌથી વધુ અસર સ્કુલ વેન-રિક્ષાને થશેઃ ભાડા વધશે

અમદાવાદઃ ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ આજથી એટલે કે 1 ડિસેમ્બરથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં CNGની કિંમત હવે વધીને 77.76 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગુજરાત ગેસે તેના ફ્રેન્ચાઇઝ માલિકોને પત્ર મોકલીને આ માહિતી આપી છે. અગાઉ જુલાઈમાં સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં પણ કિંમતમાં ફરી એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સીએનજીના આ નવા ભાવ શનિવાર મધરાતથી લાગુ થઈ ગયા છે.
CNGના ભાવમાં આ વધારો દક્ષિણ ગુજરાતના 4 લાખથી વધુ સીએનજી વાહન યૂઝર્સને અસર કરશે. જણાવી દઈએ કે એટલા સુરતમાં 60 CNG પંપ અને દક્ષિણ ગુજરાતમાં 250 CNG પંપ છે. સીએનજીનો ઉપયોગ મોટાભાગે ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં થાય છે. જેના કારણે સ્કૂલ વાન સંચાલકોએ તેમના ચાર્જમાં વધારો કરવો પડી શકે છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
