તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
અમદાવાદમાં પોલીસ દ્વારા 4 હજાર વાહનો જપ્તઃ 53 લાખનો દંડ વસૂલાયો, સિધુંભવન રોડ પરથી પોલીસ બે કરોડની કાર જૂપ્ત કરીઃ ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ અને પ્રોહીબીશનના ૧ હજાર કેસ

અમદાવાદઃ અમદાવાદમાં શહેર પોલીસ દ્વારા છેલ્લાં દિવસ દરમિયાન કરવામાં આવેલા કોમ્બીંગ દરમિયાન પોલીસે ચાર હજાર વાહનો અલગ અલગ ગુના હેઠળ જપ્ત કરવાની સાથે ૫૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ અને પ્રોહીબશનના કુલ એક હજાર કેસ નોંધવામાં આવ્યા હતા. તે સાથે એમ વી એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા વાહનચેકિંગ દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ ધરાવતા વાહનાના ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં વાહનચેકિંગ અને મોટાપાયે ક્રોમ્બીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન પોલીસે 82503 જેટલા વાહનોની ચકાસણી કરીને 7425 વાહનચાલકોને મેમો આપીને 53 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. જ્યારે એમવી એક્ટની કલમ 207 મુજબ ચાર હજાર વાહનો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, એમ વી એક્ટ હેઠળ 397 અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ 425 કેસ ગુના નોંધ્યા હતા.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
