News of Sunday, 1st December 2024
ગુજરાતમાં એપ્રિલથી નવેમ્બર દરમિયાન ૧૦૩ર૦ બાળકોને હૃદય સંબંધી તકલીફ
શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની માર્ગદર્શન સમિતિની બેઠકમાં અહેવાલ રજૂ : આરોગ્યમંત્રી ઋષીકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં મીટીંગઃ બાળદર્દીઓને નિઃશુલ્ક સારવાર અપાઇ

અમદાવાદઃ ગુજરાતમાં બદલાતી જીવનશૈલી, ગુણવત્તા વિહીન પાણી અને ખોરાક તેમજ આનુવાંશિક અસરો હવે નવી પેઢીમાં પણ ઝડપથી દેખાવા માંડી છે. શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની માર્ગદર્શક સમિતિની બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષપદે શનિવારે મળી હતી. જેમાં ગુજરાતમાં શાળાએ ભણતા બાળકોમાં સૌથી વધુ હાર્ટ સંબંધિત રોગનું નિદાન થયાનો અહેવાલ રજૂ થયો હતો.
દરમહિને 1400થી વધુ બાળકોને સરકારી ખર્ચે હૃદય સંલગ્ન સર્જરી અને સારવાર આપવામાં આવી રહી છે. ઉક્ત કાર્યક્રમ હેઠળ વર્ષ 2019થી 2024ના નવેમ્બર સુધીના સાડા પાંચ વર્ષમાં રાજ્યમાં 15.48 લાખ બાળકોને હૃદય સંલગ્ન સર્જરી અને સારવાર આપવામાં આવી છે. સરકારી ખર્ચે અર્થાત સાવ નિઃશુલ્કપણે આપવામાં આવતી આ સારવારમાં ચાલુ વર્ષે એપ્રિલથી લઈ નવેમ્બર વચ્ચેના 7 મહિનામાં 10,320 બાળકોને હૃદય સંલગ્ન સર્જરી- સારવાર અપાઈ છે. બાળકોમાં સામાન્યતઃ કીડની સંબંધિત રોગની ઓછી અસર જોવા મળે છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
