News of Sunday, 1st December 2024
ગુજરાતમાં ઠંડી વર્તાઇઃ નલિયા સૌથી ઠંડુઃ ૧ર.૪ ડિગ્રી
શીત લહેરોથી તાપમાન ઘટ્યુઃ અમદાવાદમાં રાત્રીનું તાપમાન ૧પ.૪ ડિગ્રી નોંધાયુઃ રાજકોટમાં ૧૪.૭, ભાવનગરમાં ૧૭.પ, પોરબંદરમાં ૧૩.૮ ડિગ્રી નોંધાઇ

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસ અને રાત્રીના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન ગગડ્યું છે અને ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વર્તાઈ રહી છે. ગઇકાલે રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં લઘુત્તમ પારો નીચો જતાં ઠંડી અનુભવાઈ હતી. અમદાવાદમાં રાત્રીનું તાપમાન 15.4 ડિગ્રી પહોંચ્યું હતું. આજે સવારે પણ ઠંડા પવનો ફૂંકાયા હતા. 12.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.
અમદાવાદ શહેરમાં 28નવેમ્બરની રાત્રે લઘુત્તમ પારો 18.1 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જોકે ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધ્યો હતો અને રાત્રીનું એટલે કે લઘુત્તમ પારો 29 નવેમ્બરે ઘટીને 16 ડિગ્રીએ પહોંચ્યો હતો. 30 નવેમ્બરે સાંજથી પારો નીચે ગયો હતો અને ગઇકાલે રાત્રે 15.4 ડિગ્રીની આસપાસ લઘુત્તમ પારો નોંધાયો હતો. પારો ગગડવાની સાથે શીત લહેરો ફૂંકાતા અમદાવાદમાં રાત્રે અને આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
રાત્રીના તાપમાનની વાત કરીએ તો નલિયામાં 12.4 ડિગ્રી, વડોદરામાં 13, ડીસામાં 13.8, પોરબંદરમાં 13.8, રાજકોટમાં 14.7, અમદાવાદમાં 15.4, ભાવનગરમાં 17.5, કંડલા પોર્ટમાં 18.2, વેરાવળમાં 18.2, દ્વારકામાં 18.8 ડિગ્રી અને ઓખામાં 23.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
