તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
અમદાવાદ એરપોર્ટ વિમાન સાથે પક્ષી અથડાવાની છેલ્લા ૬ વર્ષમાં 319 ઘટના,
પક્ષીઓ જંનુ આરોગવા ન આવે તે માટે સોઇલ ટ્રીટમેન્ટઃ પેટન્ટ ટેકનોલોજીનો ઉપયોગથી પંખી આવવાની ઘટના ૯પ ટકા ઘટી

અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાવવાની 6 વર્ષમાં 319 ઘટના નોંધાઇ ચૂકી છે. અમદાવાદ એરપોર્ટમાં અદ્યતન ટેક્નોલોજી અપનાવ્યા બાદ બર્ડ હિટની ઘટનામાં હવે નોંધપાત્ર ઘટાડો થયાનો દાવો કરાયો છે.
સામાન્ય રીતે ચોમાસામાં બર્ડ હિટના કેસ વધારે જોવા મળતા હોય છે. બર્ડ હિટથી મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય જ છે તેની સાથે એરક્રાફ્ટને પણ ભારે નુકસાન થતું હોય છે. ઘણીવાર વિમાનના એન્જિન સાથે બર્ડ હિટ થતાં બ્લેડ પણ તૂટી જવાની ઘટના સામે આવે છે.
આ અંગે અમદાવાદ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે, બર્ડ હિટને અટકાવવા માટે એરપોર્ટે વ્યાપક પક્ષી વ્યવસ્થાપન કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. જેમાં ટાર્ગેટેડ વનસ્પતિ વ્યવસ્થાપન પ્રથમ છે. આ પદ્ધતિમાં ઘાસ વૃદ્ધિચક્રની વ્યવસ્થાપન વ્યૂહરચના લાગુ કરાઇ છે.
પક્ષીઓ જંતુ આરોગવા આવે નહીં માટે એરપોર્ટમાં સોઇલ ટ્રીટમેન્ટ હાથ ધરવામાં આવે છે. અદ્યતન જંતુ આકર્ષણ તકનીકોમાં ફેરોસ લાઇટ ટ્રેપ તેમજ બ્લેક લાઇટ ટ્રેપનો ઉપયોગ થાય છે. પક્ષીને એરપોર્ટ સ્ટ્રક્ચરમાં બેસતા અટકાવવા હાયપર અર્બન બર્ડ મેનેજમેન્ટ ટેક્નોલોજીને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ એન્ટિ પર્ચિંગ ડિવાઇસ ઈન્સ્ટોલ કરાઇ છે. કબૂતરોની અવર-જવર મર્યાદિત કરવા માટેની પેટન્ટ ટેક્નોલોજી છે. જેના દ્વારા પક્ષીનો ઉપદ્રવ 95 ટકા ઘટ્યો છે.’
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
