News of Sunday, 1st December 2024
સુરતના અલથાણામાં ભાજપ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન પટેલે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું : હત્યા કે આપઘાત ?
દીપિકાબેનના પરિજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ: હત્યાની આશંકા વ્યક્ત કરી

સુરતના અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
દીપિકાબેન પટેલે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આપઘાતના પગલે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યારે પોલીસને ઘટનાની જાણ થતાં સમગ્ર બનાવને લઈ તપાસ હાથ ધરી છે. ત્યારે દીપિકાબેનના પરિજનો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી છે તેમજ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
મૃતકના સંબંધીઓ જણાવ્યું હતું કે, તેઓ સમાજ સેવક અને સક્રિય કાર્યકર હતાં, તેઓ આવું પગલું ભરી જ ના શકે અમને હત્યાની આશંકા છે. આપને જણાવીએ કે, પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે તેમના પતિ નરેશભાઈ ખેતી કામ કરે છે. હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
