<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

રાજ્યના ત્રણ શહેરોમાં આઇટીના દરોડા બીજા દિવસે ચાલુ : રાધે ગૃપને ત્યાં કાર્યવાહી: કરોડોના દસ્તાવેજ જપ્ત કરાયા

અમદાવાદ, મહેસાણા, રાધનપુરમાં દરોડા કાર્યવાહી : સિરામિક સાથે સંકળાયેલા અન્ય જૂથને ત્યાં પણ તપાસ ચાલુ

મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર IT વિભાગની તપાસ હજુ સતત ચાલી રહી છે. સતત બીજા દિવસે અમદાવાદ, મહેસાણા, રાધનપુરમાં ITની તપાસ ચાલુ છે. IT વિભાગ દ્વારા 10થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. રાધે ગૃપ અને સિરામિક ટાઈલ્સ સાથે સંકળાયેલા ગૃપને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. માહિતી અનુસાર, રાધે ગૃપના કરોડોના રોકાણના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.

  બે દિવસ અગાઉ મોરબીના તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યે આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં તપાસ હજુ સતત ચાલી રહી છે. મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા પડતા શહેરમાં વિવિધ ચર્ચાઓના વંટોળ સર્જાયા છે. 

  માહિતી અનુસાર, આઈટીના દરોડા દરમિયાન મોટી માત્રામાં બેનામી વ્યવહાર સામે આવે તેવી શકયતા છે. IT ડોક્યુમેન્ટ સહિતના ડિજિટલ વસ્તુઓની તપાસ કરવામાં આવી છે. ત્યારે એક જ સ્થળે 70 જેટલી ટીમ એકસાથે આ દરોડાની કામગીરીમાં જોડાઈ હતી. આ ઘટનાને લઈને પોલીસ બંદોદસ્ત સાથે આઈટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે હાલ ઓફિસ, કારખાના તેમજ તીર્થક ગ્રુપના જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસ ચાલુ છે.

 

IT વિભાગના ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, મોરબીના મોટા બિલ્ડર્સને સર્ચ ઓપરેશનમાં દસ્તાવેજો, બેન્કના નાણાંકીય લેવદેવડ સહિતના પુરાવા ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કર્યા. IT વિભાગે અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં ઈન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા. જેમાં વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડર ત્યાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.


 

(7:44 PM IST)