તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
અમંગળકારી મંગળને મંગળમય બનાવી શકાય !!
મંગળને સૂર્યની પરિક્રમા કરતા ૬૮૬ દિવસ લાગે છે. મંગળ એક રાશિમાં સરેરાશ ૪૫ દિવસ રહે છે. મંગળ વૃશ્વિક અને મેષ રાશિનો સ્વામી

વડોદરા: શૌર્યનો ગ્રહ ગણાતો મંગળ જો સર્વોચ્ચ રીતે કામ કરે તો, એ ધનપ્રાપ્તિથી માંડીને સફળતા અપાવવાનું શ્રેષ્ઠ કામ કરે, પણ એ માટે મંગળને મંગળમય બનાવવો જરૂરી છે. ભૂમિપુત્ર અને ગ્રહ મંડળનો સેનાપતિ મંગળ એ બધા ગ્રહો કરતાં ફળ આપવામાં સૌથી વધુ આગળ હોય છે. મંગળને સૂર્યની પરિક્રમા કરતા ૬૮૬ દિવસ લાગે છે. મંગળ એક રાશિમાં સરેરાશ ૪૫ દિવસ રહે છે. મંગળ વૃશ્વિક અને મેષ રાશિનો સ્વામી છે. શનિની મકર રાશિમાં તે ઉચચનો થાય છે, અને ચંદ્રની કર્ક રાશિમાં તે નીચનો થાય છે. મંગળ એ મૃગશીષૅ, ચિત્રા અને ઘનિષ્ઠા નક્ષત્રોનો સ્વામી છે. મેષ રાશિ તેની મૂળ ત્રિકોણી રાશિ છે.
અંક શાસ્ત્ર પ્રમાણે ૯ નો આંક મંગળનો છે. ૯નો આંક પૂર્ણ આંક ગણાય છે. નવ સંખ્યાને કોઈપણ સંખ્યા વડે ગુણતા જે સંખ્યા આવે તેનો સરવાળો નવ થાય. નવએ પૂર્ણતાનો કારક છે. પુરુષની કુંડલીમાં તે પરાક્રમ, શૂરવીરતા દર્શાવે છે, જ્યારે સ્ત્રીની કુંડલીમાં રજો દર્શન દર્શાવે છે. મંગળને સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શુક્ર મિત્રો છે. મંગળ શનિના સંબંધો પીડાદાયક, ક્રૂર બનાવે છે. ગુરુ મંગળનો સંબંધ માંગલ્ય યોગ અને મંગળ શુક્રના સંબંધો જાતકોને વિલાસી તેમજ વ્યભિચારી બનાવે છે. મંગળપ્રધાન વ્યક્તિઓ સાહસિક, સ્પષ્ટ વક્તા, ક્રોધી, નીડર, ઉતાવળિયો, લડાયક, મહેનતુ ખંતીલા, સ્વતંત્ર વિચારસરણી વાળા, શંકાશીલ હોય છે.
મંગળ પિત્ત પ્રકૃતિ, તમોગુણી, લાલ રંગવાળો, દક્ષિણ દિશાનો સ્વામી, કડવા રસને ચાહનાર, ક્રૂર, વનચર, સેનાનો અધિપતિ છે.ઉચ્ચ રાશિ મકરમા ભ્રમણ કરી રહેલા મંગળ અદીપ્ત કહેવાય છે. જે બળહીન અશૂભ ગણાય છે. જ્યારે નીચ રાશિ કર્કમાં ભ્રમણ કરે રહેલો મંગળ અદિત કહેવાય છે. જે બળહીન અશુભ ગણાય છે. મંગળ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ ડોક્ટર, એન્જિનિયર, વિજ્ઞાન, પોલિસ- લશ્કરી ઉચ્ચ અધિકારી હોય છે. તે ભૂમિ-ભવનનો કારક હોવાથી જમીન-મકાનને લગતા ધંધા કરતા હોય છે. મંગળની સૌથી વધુ ઘાતક અસરો વિખવાદ-ઝઘડા કરાવે છે. નવગ્રહો પૈકી મંગળ ગ્રહ જ જાતકને સૌથી વધુ જલ્દી ફળ આપે છે.
ગોચરમાં પણ મંગળ સરેરાશ ૪૫ દિવસ સુધી એક રાશિમાં રહેતો હોવાથી મંગળ ત્વરિત ફળ આપે છે. બળવાન અને શુભમંગળ જાતકને કુળદીપક બનાવે છે.
મંગળને મજબૂત કરવા માટેના કેટલાક સરળ રસ્તાઓ, જેનો ઉપયોગ કરવાથી મંગળ ખરા અર્થમાં જીવનને મંગળ બનાવે છે :-
(૧) જન્માક્ષરમાં મંગળ દોષ હોય કે ન હોય, મંગળ નબળો હોય કે સબળો, દરેક વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અથવા સાંભળવો.
અસંતોષી મંગળને શાંત કરવાનું કામ, હનુમાન ચાલીસા કરે છે.
(૨) મંગળને મજબૂત કરવા કે હંમેશા મજબૂત રાખવા માંગતા હો તો, માંસાહર ક્યારે પણ કરશો નહીં. માંસાહાર મંગળને પસંદ નથી. મંગળને સૌથી પ્રિય ગોળ છે તેથી ખોરાકમાં ગોળનો ઉપયોગ કરવો.
(૩) મંગળને મજબૂત કરવા માટે ઘરના આંગણે લીમડો વાવવો, સ્થળનો અભાવ હોય તો તેના વૃક્ષને જળ અર્પણ કરી નમસ્કાર કરવા. લીમડાના પાન પાણીમાં નાખી લીમડાના પાણીનું સ્નાન કરાવાથી મંગળ પ્રસન્ન રહેશે.
દર્શન ભટ્ટ
સંશોધક
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
