<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

સાવલી ટીંબા રોડ પર બે બાઈકોસામ-સામે અથડાતા બન્ને બાઇકસવાર યુવાનોના મોત

બન્ને મૃતકો એકજ ગામના:યુવકોના મોતના પગલે પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો

વડોદરા જિલ્લાના સાવલી ટીંબા રોડ પર બે બાઈકો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. બન્ને બાઇક સામ-સામે અથડાતા બન્ને બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી અને બનાવ સ્થળેજ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. બન્ને મૃતકો એકજ ગામના હોવાનું સામે આવ્યું છે. યુવકોના મોતના પગલે પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે વહેલી સવારે 30 વર્ષીય કંચન સોલંકી નોકરી પરથી છૂટીને બાઈક પર પોતાના ઘર તરફ આવી રહ્યાં હતા. જે દરમિયાન સાવલી-ટીંબા રોડ પર ધોળેશ્વર મહાદેવ મંદિર નજીક સામેથી આવી રહેલા બાઇક સવાર ભરત ચાવડાનું બાઇક કંચનની બાઇક સાથે અથડાયું હતું. બન્ને બાઇક સામ-સામે અથડાતા ભરત અને કંચન હવામાં ફંગોળાઇને રોડ પર પટકાયા હતા.

રોડ પર પટકાતા કંચન અને ભરતને માથા તથા શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બનાવ સ્થળે જ બન્નેનું મોત નીપજ્યું હતું. અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને બનાવ અંગે સાવલી પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં સાવલી પોલીસ પહોંચી હતી. બન્ને યુવકોના મૃતદેહોને પીએમ અર્થે સાવલી જનમોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવમાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનનાર બન્ને બાઇક સવાર એક જ ગામના હોવાનું સામે આવ્યું છે. યુવકોના મોતથી પરિવાર અને ગ્રામજનો શોકમાં ગરકાવ થયા છે.


 

(11:49 AM IST)