News of Monday, 2nd December 2024
રાજ્ય સરકારે જાહેર કરેલી રજાઓની યાદીમાં મુજબ હવે સ્કૂલોમાં ધુળેટીની રજા 15 માર્ચના બદલે 14 માર્ચે અપાશે
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેકમિક કેલેન્ડરમાં ધુળેટીની રજા 15 માર્ચે આપી હતી : સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગુજરાતના તહેવારોની જાહેર રજાની યાદીના આધારે બોર્ડને તારીખમાં ફેરફાર કરવો પડ્યો

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોમાં ધુળેટીની તહેવારની રજાની તારીખમાં ફેરફાર જાહેર કર્યો છે. બોર્ડે કરેલી જાહેરાત મુજબ સ્કૂલોમાં હવે ધુળેટીની રજા 15 માર્ચના બદલે 14 માર્ચના રોજ આપવામાં આવશે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગુજરાતના તહેવારોને લઈ કરેલી જાહેર રજાની યાદીના આધારે બોર્ડ દ્વારા તારીખમાં ફેરફાર કરવો પડ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેકમિક કેલેન્ડરમાં ધુળેટીની રજા 15 માર્ચના રોજ આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની યાદીમાં ધુળેટીની રજા 14 માર્ચના રોજ નક્કી કરવામાં આવતા બોર્ડ દ્વારા રજાની તારીખમાં ફેરફાર કરાયો છે. જે મુજબ હવે રાજ્યની સ્કૂલોમાં ધુળેટીના તહેવારને લઈને 15 માર્ચના બદલે 14 માર્ચના રોજ રજા રહેશે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
