<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ઉમરેઠના મહિલા COને લાફા મારી જાનથી મારવાની ધમકી:ચીફ ઓફિસરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

મહિલા ચીફ ઓફિસર ભારતીબેન પર દબાણ અને બોર્ડ ઉતારવાને લઈ કેટલાક લોકોએ હુમલો કરી લાફા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી

આણંદ જિલ્લામાં હવે ઉમરેઠ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર ભારતીબેન પર દબાણ અને બોર્ડ ઉતારવાને લઈ કેટલાક ઈસમોએ હુમલો કરી લાફા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ચીફ ઓફિસર દ્વારા ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જઈ તે ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. તો બીજી બાજુ આ ઘટના બાદ ઉમરેઠ નગરમાં ચોતરફ આ ઘટનાની ચર્ચા જામતા ઠંડીના સુસવાટા વચ્ચે ગરમાવો છવાઈ જવા પામ્યો હતો.

ઉમરેઠ પાલિકાની દબાણ શાખાના કર્મચારી નીતિનભાઈ પટેલ સહિતની ટીમ જાગનાથ ભાગોળ ગેટની બાજુમાં ગ્રીનપાર્ક સોસાયટીની પાસે પાલિકાના હદમાં ગેરકાયદે સોસાયટીના પ્લાન્ટનું એડવર્ટાઈઝ બોર્ડ ઉતારતા હતા. ત્યારે જાઈદભાઈ મહેબુબખાન પઠાણ ણ ઉર્ફે અમદાવાદી તથા મુસ્તાક મહેમુદમિયા બેલીમ ઉર્ફે મુસો (લંગડો)એ આ બોર્ડ કોને પૂછીને તમે ઉતાર્યું છે તેમ કહી ઝઘડો કરી બસ સ્ટેન્ડ પાસે ભગવત દલાલ ગેટની પાસે ઉમરેઠ પાલિકાનું સૌચાલય કોર્ડન કરેલું એડવર્ટાઈઝ બોર્ડ ઉતારી બતાવો તેમ કહ્યું હતું.

બાદમાં દબાણ શાખાની ટીમ ત્યાં જઈ બોર્ડ ઉતારતી હતી ત્યારે ઉપરોક્ત બંને શખ્સો સહિત તોફિક નજીરખાન પઠાણ, જુનેદ ચકલાસી, ફરીદખાન પઠાણ ઢુણાદરાવાળા તમામે અપશબ્દો બોલી ચીફ ઓફિસરને બોલાવ તો જ જવા દઈશું, નહીંતો મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

(11:47 AM IST)