તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
લખતર પાસે કારની ઠોકરે, ગ્રામ સેવકનું મોત
લીંબડી પાસે બંધ ટ્રક પાછળ ટેન્કર ચાલક અને ધ્રાંગધ્રા પાસે બાઇક ચાલકના મોત સુરેન્દ્રનગર જીલ્લામાં પાંચ અકસ્માતમાં ત્રણનો ભોગ લેવાયો

સુરેન્દ્રનગર તા. ર :.. સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વધુ ૫ અકસ્માતના બનાવમાં ૩ વ્યક્તિએ જિંદગી હોમાઈ છે. જેમાં લખતરના ઝમર પાસે બાઈક ચાલક ગ્રામસેવક યુવાનનું કારની ઠોકરે
જયારે ધ્રાંગધ્રાના રામપરા પાસે ૨ બાઈક અથડાતા શ્રમજીવી યુવાન મોતને ભેટયો છે. બીજી તરફ લીંબડીના દેવપરાના બોર્ડ પાસે બંધ ટ્રક પાછળ ઘૂસી જતા પરપ્રાંતીય ટેન્કર ચાલકથી મોત થયુ છે.
લખતરના ઉગમણા દરવાજા અંદર કુંભાર શેરીમાં રહેતા ૫૧ વર્ષીય હસમુખભાઈ અમરશીભાઈ લખતરીયાનો દિકરો ૨૨ વર્ષીય રવિભાઈ વઢવાણ તાલુકા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવે છે. અને બાઈક લઈને અપડાઉન કરે છે. તે બાઈક લઈને લખતર આવી રહ્યો હતો. ત્યારે ઝમર પાસે પાછળથી આવેલ એક અલ્ટો કારે બાઈકને ઠોકર મારતા રવી બાઈક સહિત નીચે પટકાયો હતો. જયારે કાર રસ્તાની સાઈડમાં ખાળીયામાં ઉતરી ગઈ હતી. લોહી નીકળતી હાલતમાં રવીને સારવાર માટે દવાખાને લઈ જતા ડોકટરે તેને મળત જાહેર કર્યો હતો. મળતક રવીની બન્ને બહેનો રીધ્ધીબેન અને રીટાબેન કંડકટર તરીકે ફરજ બજાવે છે. અને બન્ને બહેનોએ હૈયાફાટ રૂદન સાથે ભાઈને મુખાગ્ની આપી હતી. બનાવની લખતર પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એચ.એમ.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે મુળ નડીયાદના ૫૩ વર્ષીય દીપકભાઈ મોહનભાઈ દેવજાણી હાલ રાજકોટ રહે છે અને ટ્રક ડ્રાઈવીંગ કરે છે.
તેઓ તેલના ડબા ભરીને ટ્રક લઈને અંકલેશ્વર, સુરત, સોનગઢ ગામે ખાલી કરવા જતા હતા. ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડીના દેવપરાના બોર્ડ પાસે તેમના ટ્રકની ડ્રાઈવર સાઈડના વ્હીલની રીંગ તુટી જતા ટાયર ફાટયુ હતુ. આથી તેઓ ટ્રકની ફરતે આડશ મુકી, ઈન્ડીકેટર ચાલુ કરી પંચર કરાવવા ગયા હતા. જયાંથી પરત આવીને જોતા તેમના ટ્રકના ઠાંઠામાં એક ટેન્કરનું એકસીડેન્ટ થયુ હતુ. જેમાં ચાલક બેભાન હતો. આથી તેઓને સારવાર માટે દવાખાને લઈ જવાતા ડોકટરે મળત જાહેર કર્યા હતા. મળતકનું નામ મોહમ્મદરાશીદ અબ્દુલમુતલીમ અન્સારી હતુ અને તે ઉત્તરઙ્ઘદેશનો રહેવાસી હતો. બનાવની મળતક સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ નીતીનદાન મોડ ચલાવી રહ્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામના અજયભાઈ રામસંગભાઈ થરેસા વાડી ભાગવી રાખી મજુરી કરે છે. તેમનો નાનો ભાઈ ૧૯ વર્ષીય અક્ષય થરેસા બાઈક લઈને વાડીએથી કોંઢ પાઉભાજી લેવા ગયો હતો. ત્યારે રામપરા રોડ પર પેટ્રોલપંપ પાસે કોંઢના બાઈક ચાલક હરદેવસીંહ જશુભા ચૌહાણ સાથે અક્ષયના બાઈકનો અકસ્માત થયો હતો. જેમાં બન્નેને ઈજા થતા સારવાર માટે ધ્રાંગધ્રા લઈ જવાયા હતા. જેમાં ડોકટરોએ અક્ષયને મળત જાહેર કર્યો હતો. બનાવની મળતકના મોટાભાઈ અજયભાઈ થરેસાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી બી.એન.ચાવડા ચલાવી રહ્યા છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
