<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ભાજપના પ્રવકતા જયેશભાઇ વ્‍યાસનીઅણધારી ચિરવિદાયઃ કાલે અંતિમયાત્રા

રાજકોટ તા. રઃ ગુજરાત પ્રદેશ ભાજપના મીડિયા ટીમના અગ્રણી અને વિવિધ ટી.વી. ચેનલોમાં  પ્રવક્‍તા તરીકે લાંબા સમયથી કાર્યરત શ્રી જયેશભાઇ વ્‍યાસનું ગઇકાલે રાત્રે દુઃખદ અવસાન થયેલ છે. તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના બૌદ્ધિક સેલ ના ૨૦૧૩ થી ૨૦૨૧ સુધી કન્‍વીનર તરીકે જવાબદારી સંભાળી ચૂકયા હતા. હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું છે.

સ્‍વ. વ્‍યાસ અમદાવાદ સ્‍થિત ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા સિન્‍ડિકેટ સભ્‍ય તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે.

સ્‍વ. વ્‍યાસ અમદાવાદ સ્‍થિત ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍સ્‍ટ્રીઝના એક્‍ઝિકયુટિવ  કમિટીના મેમ્‍બર તરીકે ખુબજ સક્રીય રીતે જોડાયેલા હતા. સ્‍વ. વ્‍યાસ ભાજપના પ્રવક્‍તા ઉપરાંત  દૂરદર્શન અને આકાશવાણી ઉપર અમદાવાદ ની અષાઢી બીજ ની રથયાત્રા અને જન્‍માષ્ટમી ના તહેવારોમાં ભગવાન કળષ્‍ણ જન્‍મોત્‍સવની કોમેન્‍ટ્રી આપી હજારો શ્રોતાઓને જાણકારી આપતા હતા. સ્‍વ. વ્‍યાસ અમદાવાદમાં પુસ્‍તક મેળાઓ; કવિ સંમેલન અને અન્‍ય સાહિત્‍યહીક પ્રવળત્તિમાં ખુબજ સક્રીય રીતે જોડાયેલા હતા. સ્‍વ. વ્‍યાસ સાચીહર બ્રાહ્મ ણ હતા તેઓ તેમના જ્ઞાતિના ઉત્‍કર્ષ માટે રચાયેલા  સાંચર સંસ્‍થાન ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે હતા.

સ્‍વ. જયેશભાઇ વ્‍યાસના અમેરિકા સ્‍થિત દીકરી ગાંધીનગર આવવા રવાના થઇ ગયા છે. આવતીકાલે સવારે ગાંધીનગરથી તેમની અંતિમયાત્રા નીકળશે.

(1:51 PM IST)