તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
સોલા સિવીલ હોસ્પિટલમાં નરહરિ અમીનથીગ્રાંટમાંથી સોનોગ્રાફી અને ફેકો મશીન સુવિધા

રાજયસભા સાંસદ નરહરિ અમીન દ્ધારા તેમનાં સાંસદનિધિમાંથી સિવિલ હોસ્પિટલ સોલા, અમદાવાદ ખાતે રૂ.૩૦ લાખની ગ્રાન્ટ ફેકો મશીન અને રૂ.ર૦ લાખની ગ્રાન્ટ સોનોગ્રાફી મશીન માટે ફાળવવામાં આવી હતી. કુલ રૂપિયા પ૦ લાખની ગ્રાન્ટ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ફાળવવામાં આવી હતી.
સાંસદ નિધિ માંથી ફળવાયેલ ફેકો મશીન આંખની સારવાર માટે અને સોનોગ્રાફી મશીન નું લોકાર્પણ રાજયસભાના સાંસદ શ્રી નરહરિ અમીન ના હસ્તે કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડોકટર દીપિકા સિંગલ તેમજ ડોકટર નેહલ નાયક, ડોકટર ભાવેશ જેસલપરા, ડોકટર ફાલ્ગુની શાહ, ડોકટર કિરણ ગોસ્વામી તેમજ સોલા સિવિલ હોસ્પિટલના ડોકટરો તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
