<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ગુજરાત પોલિસની ગેર વર્તણૂંક અંગે તાકિદે હસ્‍તક્ષેપ કરવા પીએમઓ સમક્ષ સરધારાની રજુઆત

રાજકોટઃ પાટીદાર અગ્રણી શ્રી જયંતિભાઇ  સરધારાએ વડાપ્રધાનશ્રીને પત્ર લખી જણાવ્‍યુ છે કે, હું જયંતિભાઇ સરધારા, રાજકોટ, ગુજરાતનો રહેવાસી, ગુજરાત પોલીસને લગતી ગંભીર બાબતમાં આપના તાત્‍કાલિક હસ્‍તક્ષેપની જરૂરિયાત અંગે લખી રહયો છું.

સરધારધામ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ લખે છે કે તા. ર૬ નવેમ્‍બર,ર૦ર૪ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં પોલીસ ઇન્‍સ્‍પેકટર સંજયભાઇ પાદરીયા વિરૂધ્‍ધ એફઆઇઆર( નં. ૧૧ર૦૮૦પ૩ર૪૧રરર)નોંધવામાં આવી હતી. આરોપી ઇન્‍સ્‍પેકટરે નાગરિકોની સુરક્ષા માટે પોતાની ફરજ બજાવવાના બદલે મને મારવાનો પ્રયાસ કર્યો તેના કાર્યથી માત્ર મારા જીવને જ જોખમ નથી, પરંતુ સમગ્ર રાજયમાં ભય અને આંતક નું વાતાવરણ સર્જાયું છે.

જયંતિભાઇએ વડાપ્રધાનને પાઠવેલ પત્રમાં લખ્‍યુ છે કે, એફઆઇઆરની નોંધણી અને પોલીસ પ્રશાસન, ક્રાઇમ બ્રાંચ અને સ્‍પેશ્‍યલ બ્રાંચની સંડોવણી છતા઼ આરોપી ઇન્‍સ્‍પેકટ ફરાર છે. ગુજરાત પોલીસની  કાર્યવાહીના  અભાવે કાયદાના અમલીકરણ પ્રણાલીમાં નાગરિકોના વિશ્વાસને ઉંડે સુધી હચમચાવી દીધો છે.

પોલીસની ભૂમિકા જાહેર સલામતીને સુનિヘીત કરવાની અને કાયદાનું સમર્થન કરવાની છે. જયારે પોલીસ અધિકારી પોતે જ સમાજ માટે ખતરો બની જાય છે ત્‍યારે તે સિસ્‍ટમ પરના વિશ્વાસના પાયાને નબળો પાડે છે અને પોલીસ દળની પ્રતિષ્‍ઠા ને કલંકિત કરે છે.

ઉપરોકત બાબતે હું આપના કાર્યાલયને નમ્ર વિનંતી કરૂ છું કે :

(૧)ગુજરાત પોલીસ અને રાજય સરકારને નિર્દેશ આપે કે આરોપી સંજયભાઇ  પાદરીયાની ઝડપથી ધરપકડ કરો. 

(ર)આ બાબતે પારદર્શક અને નિષ્‍પક્ષ તપાસની ખાતરી કરવામાં આવે.

(૩)જવાબદારોને જવાબદાર ઠેરવીને પોલીસ તંત્ર નાગરિકોને વિશ્વાસ પુનઃ સ્‍થાપિત કરવા માટે જરૂરી પગલા લો.

આ મામલો માત્ર મારી અંગત સલામતીનો જ નથી પણ ગુજરાતમા઼ કાયદા અમલીકરણ પ્રણાલીની અખંડિતતાની સુરક્ષાનો પણ છે. અને ન્‍યાય સુનિヘીત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવા માટે આપના નેતૃત્‍વ પર મને વિશ્વાસ છે. આ ગંભીર મુદા પર ઝડપી કાર્યવાહી સુનિヘીત કરવા માટે હું આપના તાત્‍કાલિક હસ્‍તક્ષેપની નિષ્‍ઠાપુર્વક આશા રાખું છું.  તેમ પૂર્વ કોર્પોરેટર પાટીદાર અગ્રણી સરદાર ધામના ઉપપ્રમુખ શ્રી જયંતિભાઇએે પાઠવેલ પત્રમાં જણાવેલ છે.

(3:51 PM IST)