News of Monday, 2nd December 2024
શું બધી જ સરકારી નોકરીઓની ભરતીમાં સ્પોર્ટ્સ કવોટામાં
‘રાઇફલ શૂટિંગ' સામેલ નથી ?? સ્પોર્ટસ કવોટામાં રાયફલ શૂટિંગ સામેલ કરવા નરેન્દ્રભાઇને રજૂઆત કરતા, નેશનલ રાઇફલ શૂટર નંદન વિઠલાણી

રાજકોટઃ વ્યકિતગત રમતમાં ખર્ચાળ એવી રાઇફલ શૂટિંગ ગેમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બાકાત કરી દેવામાં આવી છે એસબીઆઇ ની ભરતીની જાહેરાતમાં સ્પોર્ટ્સ કવોટાની ભરતીમાં ૧. બાસ્કેટબોલ,ર.ક્રિકેટ, ૩.ફૂટબોલ,૪. હોકી,પ.વોલીબોલ,૬. બેડમિન્ટન સામેલ છે. પરંતુ ઓલમ્પિકમાં પણ સામેલ છે તથા હાલ જ ઓલમ્પિક-ર૦ર૪ જે પેરીસમાં યોજાયેલ જેમાં રાઇફલ શૂટિંગ ગેમમાં ભારતને ‘‘૩'' મેડલ પ્રાપ્ત થયેલ છે જે ભારત માટે ગર્વની બાબત છે તેવી વ્યકિતગત ગેમ રાઇફલ શૂટિંગને બાકાત કરી નાખવામાં આવેલ છે. તેમ સ્વાતંત્રય સેનાની પરિવારના નંદન એ. વિઠલાણી મો. ૮૪૮૮૦૧૧૧૧૮ જણાવે છે.
સરકારશ્રી/ એસબીઆઇ દ્વારા ભરતીની જાહેર ખબર ખ્ઝ ફબ્.ઘ્ય્ભ્ઝ/લ્ભ્બ્ય્વ્લ્/૨૦૨૪-૨૫/૦૭માં ‘રાઇફલ શૂટિંગ' નો કોઇ સમાવેશ નથી. આ બાબતની જાણ પ્રધાનમંત્રીશ્રીને તા. ૧૩/૮/ર૪ ના રોજ વિગતવાર કરેલ છે. જેમાં પીએમઓ કાર્યાલય દ્વારા મને પ્રત્યુતર આપવામાં આવેલ છે, સાથે ‘મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ ને યોગ્ય કાર્યવાહી કરવા મારી રજૂઆતના અનુસંધાને જણાવેલ છે. સ્પોર્ટ્સ કવોટામાં રાઇફલ શૂટિંગમાં રમતા પ્લેયરો માટે મે સરકારશ્રીને રજૂઆતનો નમ્ર પ્રયાસ કરેલ છે. રાઇફલ શૂટિંગના પ્લેયરોને તેમની કારકિર્દી માટે સુનિヘતિ કરે તેમ નંદન વિઠલાણી (નેશનલ રાઇફલ શૂટર) જણાવે છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
