<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

નરોડા-દહેગામ રોડ પર કારચાલકે ક્રેટા કાર બેફામ ચલાવી એક્ટિવાને અડફેટે લેતા બે યુવકોના મોત

કાર એટલી સ્પીડમાં હતી કે, ડીવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થર પર ઉછળીને રોડની બીજી તરફ જતી રહી

અમદાવાદ : નરોડા--દહેગામ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારે બે લોકોના જીવ લીધા હોવાનો બનાવ બન્યો છે. ડિવાઇડર કૂદીને ક્રેટા કારે એક્ટિવાને અડફેટે લેતા બે યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.

 નરોડા-દહેગામ રોડ પર ગોપાલ નામના કારચાલકે નશો કરી પોતાની ક્રેટા કાર બેફામ ચલાવી એક્ટિવાને અડફેટે લેતા બે યુવકોના મોત નિપજ્યા હતા. કાર એટલી સ્પીડમાં હતી કે, ડીવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થર પર ઉછળીને રોડની બીજી તરફ જતી રહી હતી અને સામેથી આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

લોકોએ અકસ્માત સર્જનાર ગોપાલ નામના ડ્રાઈવરને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. નશાની હાલતમાં રહેલા ગોપાલને જ્યારે લોકોએ સવાલ કર્યા તો તેને દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે, જે હકીકત હોય તે જણાવવી પડે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

(6:59 PM IST)