તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
પ્રેમમાં દગો મળતા મુંબઈનો યુવક માનસિક બિમાર થતા પહોંચ્યો અમદાવાદ: પોલીસે પરિવારને સોંપ્યો
શાહીબાગ પોલીસને કંટ્રોલરૂમથી મેસેજ મળ્યો હતો, કે ગીરધરનગર મહાકાળી મંદિર પાસે એક યુવકે કપડા કાઢી નાખ્યા છે, જેથી તેને પકડી પોલીસ મથકે લવાયો હતો

શાહીબાગ પોલીસની માનવીય કામગીરી સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાંથી માનસિક બિમાર યુવક મળી આવતા તેની પુછપરછ કરી તેનાં પરિવાર સાથે મિલન કરાવ્યું છે. પ્રેમસંબંધમાં તણાવમાં આવી જતા યુવક ઘરેથી નીકળ્યો હતો. ફરતા ફરતા શાહીબાગ પહોંચતા શાહીબાગ પોલીસને મળી આવતા પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો. નિરજ સોલંકી નામનાં યુવકને પરિવાર સાથે મીલન કરાવતા પરિવારે શાહીબાગ પોલીસનો આભાર માન્યો હતો.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકની સૂચનાથી શહેરમાં એકલ દોકલ રખડતા, ભટકતા તેમજ ગુમ થયેલા બાળકો, મહિલાઓ અને વ્યક્તિઓ સાથે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કામગીરી કરવાનો આદેશ કરાયો છે. તેવામાં શાહીબાગ પોલીસને કંટ્રોલરૂમથી એક મેસેજ મળ્યો હતો, કે ગીરધરનગર મહાકાળી મંદિર પાસે એક યુવકે કપડા કાઢી નાખ્યા છે, જેથી તેને પકડી પોલીસ મથકે લવાયો હતો.
પોલીસે તેની પુછપરછ કરતા તે માનસિક બિમાર હોવાની શંકા જતા તેની પાસેથી તેનાં પિતા રાકેશ સોલંકીનો નંબર મળ્યો હતો. જેઓને સંપર્ક કરતા તેઓ મુંબઈમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે તેઓના દિકરા નિરજ સોલંકીને કોઈ યુવતીનાં પ્રેમમાં દગો મળ્યો હોવાથી માનસિક તણાવમાં આવી ગયો હતો અને 28 નવેમ્બરનાં રોજ ઘરેથી ટ્રેનમાં ચાલ્યો ગયો હતો અને બાદમાં વિરમગામ, ભાવનગર અને અંતે શાહિબાગ વિસ્તારમાં પહોંચી ગયો હતો.
યુવક જ્યારે પોલસને મળ્યો આ દરમિયાન તેમણે ફક્ત તેમની પ્રેમિકાનો જ નંબર યાદ હતો. આ દરમિયાન પોલીસ દ્વારા યુવકની પ્રેમિકા સાથે ટેલીફોનિક વાત કરી અને યુવકના પિતાનો નંબર મેળવ્યો હતો અને તેમનો સંપર્ક કર્યો હતો.
આ અંગેની જાણ શાહીબાગ પીઆઈ જે.ડી ઝાલાને થતા તેઓએ સ્ટાફને સૂચના આપી યુવકનાં પરિવારને બોલાવી 25 વર્ષીય નિરજ સોલંકીને તેનાં પિતાને સોંપ્યો હતો. જેથી યુવકનાં પરિવારે શાહીબાગ પોલીસને આભાર માન્યો હતો.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
