તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
અમદાવાદમાં ગુન્હાખોરી પર લગામ કસવા કમિશનર એક્શનમાં :14 જેટલા પીઆઈની આંતરિક બદલી કરી .
વટવા પીઆઈ કે.એ ગઢવીની EOW માં, એ ડિવિઝન ટ્રાફિક પીઆઈની વટવામાં, ગોમતીપુર સેકેન્ડ પીઆઈ જે.પી ચૌધરીની એ ડિવિઝન ટ્રાફિકમાં, સાયબર પીઆઈ કે.એમ ભુવાની એલીસબ્રિજમાં, રખિયાલ સેકેન્ડ પીઆઈ બી.પી સાવલિયાની રામોલમાં મુકાયા

અમદાવાદ :શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે અગાઉ અમદાવાદ શહેરનાં કાગડાપીઠ પીઆઈ એસ.એ પટેલ અને એલિસબ્રિજ પીઆઈ બી.ડી ઝીલરિયાને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. તેવામાં હવે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ એજન્સીઓમાં ફરજ બજાવતા 14 પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વટવા પીઆઈ કે.એ ગઢવીની EOW માં, એ ડિવિઝન ટ્રાફિક પીઆઈની વટવામાં, ગોમતીપુર સેકેન્ડ પીઆઈ જે.પી ચૌધરીની એ ડિવિઝન ટ્રાફિકમાં, સાયબર પીઆઈ કે.એમ ભુવાની એલીસબ્રિજમાં, રખિયાલ સેકેન્ડ પીઆઈ બી.પી સાવલિયાની રામોલમાં, એસ.જી 2 ટ્રાફિક પીઆઈ એસ.એ ગોહિલની કાગડાપીઠમાં, એસ.જી 1 ટ્રાફિક પીઆઈ એ.એસ પટેલની બોડકદેવમાં બદલી કરી છે.
સાથે જ પોલીસ કમિશનરે બોડકદેવ પીઆઈ આર.વી વીંછીની એસ.જી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં, અમરાઈવાડી પીઆઈ ડી.વી હડાતની કંટ્રોલરૂમમાં, સાયબર પીઆઈ પી.એચ મકવાણાની અમરાઈવાડીમાં, કંટ્રોલ પીઆઈ એન.બી બારોટની સાયબર ક્રાઈમમાં, એસઓજી પીઆઈ યુ.એચ વસાવાની એસ.જી 2 ટ્રાફિકમાં, ખાડિયા પીઆઈ કે.પી ચાવડાની AHTU માં અને AHTU પીઆઈ એસ.જે ભાટિયાની ખાડિયામાં બદલી કરી છે. પોલીસ કમિશનરે તમામ પીઆઈને તાત્કાલિક અસરથી ઓર્ડર મુજબ હાજર થવા આદેશ કરાયો છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
