તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5295 રૂપિયા બોલાયો: જાણો અન્ય 24 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?
ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,057.19 ટન જીરાની આવક થઇ :જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ:ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,057.19 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5295 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4010 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4801 રૂ., રાધનપુરમાં 4720 રૂ., જસદણમાં 4650 રૂ., વાંકાનેરમાં 4632 રૂ., રાજકોટમાં 4616 રૂ., હળવદમાં 4595 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,057.19 ટન આવક થઇ છે


(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
