<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1580 રૂપિયા બોલાયો:જાણો અન્ય 44 યાર્ડના ભાવ

ગુજરાતની 44 માર્કેટ યાર્ડમાં કુલ 5,523.46 ટન કપાસની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 44 માર્કેટ યાર્ડમાં કુલ 5,523.46 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1580 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 1520 રૂ., જામનગરમાં 1510 રૂ., ધોરાજીમાં 1506 રૂ., ઉનાવામાં 1502 રૂ., ગોંડલમાં 1491 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,523.46 ટન કપાસની આવક થઇ છે.

(8:18 PM IST)