<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1558 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 33 યાર્ડના ભાવ

ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 4,454.15 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 4,454.15 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં માર્કેટ યાર્ડમા 1558 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1255 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભાવનગરમાં 1518 રૂ., જામનગરમાં 1420 રૂ., તળાજામાં 1411 રૂ., વ્યારામાં 1400 રૂ., હળવદમાં 1306 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,454.15 ટન મગફળીની આવક થઇ છે.

(8:21 PM IST)