<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રાજ્યમાં ઠંડીમાં મળશે રાહત :આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા

રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું

અમદાવાદ :ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવો મળ્યો છે. જોકે આગામી ત્રણ દિવસમાં રાત્રે ઠંડીનો ચમકારો ઘટશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ પારો 2થી 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. જેના કારણે ઠંડી ઘટશે. આજે અમદાવાદમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો છે. લઘુત્તમ તાપમાન 16.2 જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે. 12 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી અનુભવાઈ છે.

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 32.8 ડિગ્રી, સુરતમાં 32.6, સુરેન્દ્રનગરમાં 31.8, ડીસામાં 31.7, મહુવામાં 31.6, પોરબંદરમાં 31.5, વેરાવળમાં 31.4, ભુજમાં 31.3, નલિયામાં 31, કેશોદમાં 30.9, વડોદરામાં 30.8, વલ્લભ વિદ્યાનગરમાં 30.7, દ્વારકામાં 30.6, અમદાવાદમાં 30, ભાવનગરમાં 30, ગાંધીનગરમાં 29.5, કંડલા પોર્ટમાં 29.5, ઓખામાં 28.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

 

ગત રાતે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 12 ડિગ્રી, કેશોદમાં 13, રાજકોટમાં 13.4, ડીસામાં 14.3, પોરબંદરમાં 14.5, વડોદરામાં 14.6, ભુજમાં 15.6, વલ્લભ વિદ્યાનગરમાં 15.8, સુરેન્દ્રનગરમાં 16, અમદાવાદમાં 16.2, ગાંધીનગરમાં 16.3, મહુવામાં 16.7, ભાવનગરમાં 17.4, કંડલા પોર્ટમાં 18.6, દ્વારકામાં 18.6, વેરાવળમાં 18.8, સુરતમાં 21.9, ઓખામાં 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

(8:54 PM IST)