News of Monday, 2nd December 2024
વડોદરાના દશરથ ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કચરો સળગાવામાં આવતા ઝેરી વાયુથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ
આ અંગે ગ્રામ પંચાયત અને ગુડામાં પણ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ:કચરો હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરાના દશરથ ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કચરો સળગાવવામાં આવતા તેમાંથી ઉતપન્ન થયેલા ઝેરી વાયુથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી છે. આ અંગે ગ્રામ પંચાયત અને ગુડામાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા દશરથ ગામના રહીશ હિતેન મકવાણા તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો આ કચરો અહીંથી હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં ઇન્દિરા નગર આવેલું છે. જ્યાં કેટલાક ઘણા દિવસોથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કચરાનો નિકાલ સળગાવીને કરવામાં આવી રહ્યો છે. આ જગ્યા પરથી અહીંથી કચરાને હટાવવામાં આવતો નથી.
તેમજ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટના માણસો પણ દસ દસ દિવસે કચરો લઈ જાય છે જેથી આ પડી રહેલ કચરો કોઈ અજાણી વ્યક્તિઓ સળગાવી રહી છે. જેથી રાત્રી દરમિયાન કચરો સળગાવ્યા બાદ તેમાંથી ઝેરી વાયુ ઉત્પન્ન થતા વાતાવરણમાં પ્રસરતા દશરથ ગામ સહિત આસપાસના ગામોના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. દશરથ ગ્રામ પંચાયત દ્વારા ઘણા સમય પૂર્વે સાફ-સફાઈ માટેનો કોન્ટ્રાક્ટ વુડાને આપવામાં આવ્યો છે.
આ અંગે સ્થાનિક રહીશ અને ગામના આગેવાન હિતેન મકવાણાએ કહ્યું છે કે, એક મહિનાથી અમે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે કે જ્યાં કચરો નાખવામાં આવ્યો ત્યાં નજીકમાં રહેણાંક એરિયા છે. અંદાજીત 10, કરતા વધુ લોકો અહીંયા રહે છે, છતાં પંચાયતના પેટનું પાણી હાલતું નથી.
ડોર ટુ ડોરનો વુડાના કોન્ટ્રાકટરને પણ રજૂઆત કરી કે તમે જે કચરો નાખો છો તે રોડ ઉપર આવી ગયો છે અને જે ઢોરો આ કચરો આરોગે છે તો તેમાં પડેલું પ્લાસ્ટિક તેમના પેટમાં જશે તો ઢોરોને ફૂડ પોઈઝન થવાની શકયતા છે. પણ કોઈ ધ્યાન આપતું નથી અને પંચાયતે પણ કોઈ કામગીરી કરી નથી.
રોજ રાત્રે આ કચરાને બાળવાથી તેમાંથી નીકળતો ઝેરી વાયુ વાતાવરણમાં ભળી જતા અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ સાથે સ્વાસ્થ્ય ઉપર પણ અસર વર્તાતા લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે, તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો વહેલી તકે કચરાની સાફ-સફાઈ કરવામાં નહીં આવે તો પ્રોગ્રામમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી જિંદગી પણ ઉચ્ચારવામાં આવી છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
