<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

ઓલપાડના કિમ ગામે પતંગની દોરીથી 37 વર્ષના યુવકનું મોત: રેલવે ઓવરબ્રિજ પર ગત સાંજે યુવકનું ગળુ કપાયું

પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલમાં ખસેડતી વખતે યુવકનું મોત થયુ:મૃતક યુવક ઉમરપાડા તાલુકાના શરદા ગામનો રહેવાસી

સુરત: ઉત્તરાયણને હજુ દોઢ મહિનાનો સમય  બાકી છે એ પહેલા સુરત જિલ્લામાં પતંગની દોરીએ લીધો વધુ એકનો જીવ લીધો છે. ઓલપાડના કિમ ગામે પતંગની દોરીથી 37 વર્ષના યુવકનું મોત થયુ છે. રેલવે ઓવરબ્રિજ પર ગત સાંજે યુવકનું ગળુ કપાયું હતું. યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલમાં ખસેડતી વખતે યુવકનું મોત થયુ. મૃતક યુવક ઉમરપાડા તાલુકાના શરદા ગામનો રહેવાસી હોવાની માહિતી છે.



 

(11:17 AM IST)