<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

તથ્‍ય પટેલના જામીન અંગે આજે ગમે તે ઘડીએ ચુકાદો

અમદાવાદના ચકચારી ઈસ્‍કોન બ્રીજ અકસ્‍માત

આરોપી અકસ્‍માતની ટેવવાળો, જામીન ન આપો : સરકારનું કોર્ટમાં સોગંદનામુ

અમદાવાદના ઈસ્‍કોન બ્રીજ અકસ્‍માત કેસમાં આરોપી તથ્‍ય પટેલના નિયમીત જામીન અંગે આજે ગ્રામ્‍ય સેશન્‍સ કોર્ટ ગમે તે ઘડીએ ચુકાદો આપી શકે છે. આ કેસ અંગે રાજય સરકારે કોર્ટમાં સોગંદનામુ કરી જણાવેલ કે આરોપી અકસ્‍માત કરવાની ટેવવાળો હોય જામીન ન આપવા અપીલ કરી છે. આ કેસ ખૂબ જ ગંભીર હોવાનું અને જામીન મળશે તો પુરાવા સાથે ચેડા થવાની સંભાવના પણ સરકારે કોર્ટ સમક્ષ દર્શાવી છે.

(1:03 PM IST)