News of Tuesday, 3rd December 2024
આચાર્ય સંઘની સંસદ કારોબારી સભા અમદાવાદ ખાતે મળી

ખંભાળીયા તા. ૩: તાજેતરમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે ગુજરાત રાજય આચાર્ય સંઘની સંસદ તથા કારોબારી યોજાઇ હતી. રાજય આચાર્ય સંઘ પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જે. પી. પટેલ તથા મહામંત્રીશ્રી ભરતભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં રાજયના તમામ જિલ્લાનાં કારોબારી તથા સંસદ સભ્યો તથા જિલ્લાના હોદેદારો તથા રાજયના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મહામંત્રી ભરતભાઇ ચૌધરીએ ગત સત્તાની કાર્યવાહી રજુ કરીને રાજય સરકારમાં સંઘ દ્વારા રજુ થયેલ પ્રશ્નો તથા સંગઠનની બાબતો હાલ કયા તબકકામાં છે તે અંગે પણ જાણકારી આપી હતી તથા રાજય આચાર્ય સંઘ કલ્યાણનીધિ કન્વીનર સુરેશભાઇ સસાવાડીયા દ્વારા કલ્યાણનીધિના કાર્યો તથા આયોજન અંગે તથા રાજય આચાર્ય સંઘના મુખપત્ર સારસ્વતના સંપાદક રાકેશભાઇ પંડયાએ સારસ્વત અંગે જાણકારી આપી હતી તથા અધ્યક્ષ જે. પી. પટેલે સંગઠન બાબતે માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
અંબાજીમાં અધિવેશન
રાજય આચાર્ય સંઘ પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા મહામંત્રી ભરતભાઇ ચૌધરીએ જણાવેલ છે કે આગામી તા. ૯-૧૦-૧૧ જાન્યુઆરીના અંબાજી યાત્રાધામ ખાતે આચાર્ય સંઘનું અધિવેશન યોજવામાં આવશે. સંઘે પ્રશ્નો પતાવવા કરેલ કામગીરી જણાવીને જિલ્લાના કોઇપણ ગંભીર કે મહત્વના આચાર્યોના પ્રશ્નોને રાજય સુધી પહોંચાડીને તેના નિકાલ માટેના પ્રયત્નો કરવા અપીલ કરી હતી. આભારવિધિ વિષ્ણુભાઇ પટેલે કરી હતી.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
