News of Tuesday, 3rd December 2024
ગુજરાતમાં સનદી અધિકારીઓની બઢતી અને બદલીનો દોર થાય તેવી ચર્ચાઓએ જોર પકડયું
દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા શ્રીનિવાસન સહિતના અધિકારીઓ ગુજરાત પરત ફરવાની ચર્ચા :સનદી અધિકારીઓમાં જિલ્લા કલેકટરથી શરુ કરી સચિવાલય કેડર સુધી બઢતી બદલી થવાની અટકળ

અમદાવાદ :રાજ્યમાં ભાજપના સંગઠનના માળખામાં ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ નવા અંગ્રેજી વર્ષની શરૂઆત થતાંની સાથે જ ગુજરાતમાં સનદી અધિકારીઓની બઢતી અને બદલીનો દોર થાય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. આ સાથે દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા શ્રીનિવાસન સહિત ના અધિકારીઓ ગુજરાત પરત ફરવાની ચર્ચા છે.
રાજ્યમાં નવા અંગ્રેજી વર્ષના પ્રારંભથી જ બદલીનો દોર શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે. જાન્યુઆરી 2025 નવા અંગ્રેજી વર્ષના પ્રારંભે. ગુજરાતમાં સનદી અધિકારીઓની બઢતી અને બદલીનો દોર થવાની કવાયત શરૂ થઈ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સનદી અધિકારીઓમાં. જિલ્લા કલેકટરથી શરુ કરી સચિવાલય કેડર સુધી બઢતી બદલી થવાની ચર્ચા છે. અધિકારી વર્ગ અને રાજકીય પાટનગર ગાંધીનગરમાં ટોક ઓફ ધ સચિવાલય થાય છે.
રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, મહેસાણા અને ડાંગ-આહવા કલેકટરની બદલીને બઢતીની ચર્ચાઓ ચાલી રહી છે. તો હાલ દિલ્હી દરબારમાં ડેપ્યુટેશન પર રહેલા શ્રીનિવાસન સહિત ના અધિકારીઓ ગુજરાત પરત ફરવાની ચર્ચા છે. હવે આખરી આદેશ પર સૌની નજર રહેશે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
