તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં રાહતદરે લોન સુવિધાઃ ગુજરાતમાં ર.૦૧ લાખ લાભાર્થીઓ
સાંસદ નરહરિ અમીનના પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી

રાજકોટ, તા., ૩ : શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા થોજના અંતર્ગત તેના ઉદ્દેશયો શું છે? કેટલા લાભાર્થી છે અને લાભાર્થીઓને કોઈ નાણાકીય સહાય મળે છે કે કેમ તે બાબતે પૂછેલ પ્રશ્નોનો લઘુ નાના અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી સુશ્રી શોભા કરાન્દલજેએ જવાબ આપતાં જણાવ્યુ હતું કે, પીએમ વિશ્વકર્મા યોજનાએ વડાપ્રધાન દ્વારા ૧૭.૦૯.૨૦૨૩ ના રોજ શરૂ કરવામાં આવેલી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. જેનો ઉદ્દેશ્ય ૧૮ પ્રકારના ટ્રેડનાં કારીગરો અને કલાકારો કે જેઓ મેન્યૂઅલ તેમના હાથ અને પરંપરાગત સાધનોથી કામ કરે છે, તેમને સહાય પૂરી પાડવાનો છે.
તા. ૧૯.૧૧.૨૦૨૪ના રોજ ની સ્થિતિ ચકાસણી કર્યા પ્રમાણે આ યોજના હેઠળ નોંધાયેલા લાભાર્થીઓની કુલ સંખ્યા ૨૪.૪૬ લાખ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાંથી કુલ લાભાર્થીઓની સંખ્યા ૨૦૧ લાખ છે.
આ પી એમ વિશ્વકર્મા યોજના હેઠળ, લક્ષ્યાંકિત લાભાર્થીઓને કુલ રૂ. ૩ લાખની એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોન મળે છે. જેમાં, લાભાર્થીઓ રૂ. ૧ લાખનો પ્રથમ લોનનો હપ્તો મેળવી શકે છે. તેની સંપૂર્ણ ચુકવણી પછી લાભાર્થીઓને રૂ. ૨ લાખની બીજી હપ્તાની લોન માટે પાત્ર છે. લોન ૫ ટકાના રાહત વ્યાજ દરે મળે છે. ભારત સરકાર દ્વારા ૮ ટકા સુધી વ્યાજ સહાય મળે છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
