<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

પુત્રને ભણાવતી શિક્ષિકા પર દુષ્કર્મ ગુજાર્યો :લાખો રૂપિયા અને દાગીનાં પડારનાર આરોપીને ખોખરા પોલીસે ઝડપ્યો

આરોપી અશોક અને તેની પત્ની તેમજ બીજા વ્યક્તિઓ શિક્ષિકાની સ્કૂલે આવી તેની સાથે ઝઘડો કર્યો અને તેને માર માર્યો :અંતે શિક્ષિકાએ પોતાના પરિવારને જાણ કરતા આ મામલે આરોપી સામે ખોખરા પોલીસ મથકે દુષ્કર્મની અને પૈસા પડાવી લેવાની કલમ હેઠળ ગુનો નોંધાયો

અમદાવાદ :શહેરના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીની ધરપકડ કરાઈ છે. ખોખરા નજીક આવેલી ખાનગી સ્કૂલમાં ભોગ બનનાર શિક્ષિકા તરીકે અગાઉ નોકરી કરતા હતા. તેઓના પતિ દિલ્હી પોલીસના ફરજ બજાવતા હોવાથી દિલ્હી રહેતા હતા. તેઓને સંતાનમાં બે બાળકો છે. 

વર્ષ 2019-20 દરમિયાન તેઓના ક્લાસમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોનાના લીધે સ્કૂલ બંધ થઈ હોવાથી તેઓ ઓનલાઈન ભણાવતા હતા. ત્યારે તેમણે વ્હોટસએપ ગ્રુપ બનાવ્યું હતું. જે ગ્રુપના માધ્યમથી તે વિદ્યાર્થીના પિતા અશોક નિસાદ અને તેની પત્ની સાથે સંપર્ક થયો હતો. અશોક અવાર નવાર શિક્ષિકા સાથે વાતચીત કરતો હતો અને તેના ઘરે અવરજવર કરતો હતો.

 

વર્ષ 2020 માં અશોક નિસાદ અચાનક શિક્ષિકાના ઘરે પહોંચ્યો હતો અને બળજબરીપૂર્વક તેની પર દુષ્કર્મ ગુજારી બદનામ કરવાની ધમકી આપી હતી. જે બાદ અવારનવાર આરોપી શિક્ષિકાના ઘરે જઈને તેની પર દુષ્કર્મ ગુજારતો હતો અને તેના અશ્લીલ ફોટો અને વિડીયો પણ બનાવી લીધા હતા. જે બતાવીને તેણે પૈસાની માંગણી શરૂ કરી હતી.

 

શિક્ષિકાએ ટુકડે ટુકડે 25 થી 30 લાખ રૂપિયા રોકડા આરોપીને આપ્યા હતા, તેમજ સોના ચાંદીના દાગીના પણ આરોપીએ લઈ લીધા હતા. જે બાદ ગત ઓગસ્ટ મહિનામાં આરોપીએ શિક્ષિકા પર વિસ્તારમાં ગુજારી વધુ પૈસાની માંગણી કરી હતી અને તેણે પૈસા આપવાનો ઇનકાર કરતા ઝઘડો થયો હતો.

15 ઓકટોબર 2024 ના રોજ અશોક અને તેની પત્ની તેમજ બીજા વ્યક્તિઓ શિક્ષિકાની સ્કૂલે આવી તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેને માર મારી હતી. તેથી શિક્ષિકાએ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અંતે શિક્ષિકાએ પોતાના પરિવારને જાણ કરતા આ મામલે આરોપી સામે ખોખરા પોલીસ મથકે દુષ્કર્મની અને પૈસા પડાવી લેવાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. 

 

આ મામલે ખોખરા પોલીસે આરોપીની તપાસ કરતા તે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટીના ગુનામાં જેલમાં હોવાનું ધ્યાને આવતા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પકડી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉ ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીને પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેવામાં ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે ભોગ બનાર પાસેથી લીધેલા પૈસા અને દાગીનાનું શું કર્યું તેને લઈને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે

(7:15 PM IST)