News of Tuesday, 3rd December 2024
આદિવાસી સમાજની ન્યાય અને સ્વ-શાસન પરંપરાઓ આપણા દેશના સાંસ્કૃતિક વારસોનો મહત્વપૂર્ણ ભાગ છે: ડો.મધુકરભાઇ પાડવી(કુલપતિ)
ભારતીય જનજાતિ સમાજના ન્યાય અને સ્વ-શાસન પરંપરાના વિષય પર આદિજાતિ ગામના વૃદ્ધ રાષ્ટ્રીય ત્રી દિવસીય કાર્યશાળાનું આયોજન થયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી, રાજપીપલા , જનજાતિ કલ્યાણ આશ્રમ - ગુજરાત અને TEER Fondation ના સંયુક્ત ઉપક્રમે "આદિજાતિ ગામના વૃદ્ધ રાષ્ટ્રીય કાર્યશાળા " નું આયોજન ભારતીય જનજાતિ સમાજના ન્યાય અને સ્વ-શાસન પરંપરાના વિષય પર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થી થઈ હતી અને કાર્યક્રમ માં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકરભાઈ પાડવી , જનજાતિ કલ્યાણ આશ્રમ - ગુજરાત ના ફુલચંદભાઈ કોકણી અને TEER Fondation ના ડાયરેકટર મિલિન્દ ભાઈ થતે સાહેબ તેમજ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.રજીનીકાંત પંડ્યા હાજર રહ્યા હતા
આ કાર્યશાળા માં યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકરભાઇ પાડવી એ તેમના સંબોધનમાં આદિજાતિ સમાજની ન્યાય અને સ્વ-શાસન પરંપરાઓના મહત્વને પ્રકાશિત કર્યા. તેમણે કહ્યું કે આદિવાસી સમાજની ન્યાય અને સ્વ-શાસન પરંપરાઓ આપણા દેશના સાંસ્કૃતિક વારસોનો મહત્વપૂર્ણ ભાગ છે. સાથે TEER Fondation મિલિંદ ભાઈ થતે સાહેબ અને જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત ના કાર્યકર્તા ફુલચંદભાઈ કોકણી એ પોતાના વક્તવ્ય માં આદિવાસી જનજાતી ની ન્યાય પ્રણાલિકા ની સમજ આવનારી પેઢી ને મળે તે માટે આપણે ભેગા થયા છે અને આ ન્યાય પ્રણાલિકા નો અભ્યાસ આવનારા સમય માં થાય તેના પર ભાર મુકયો હતો
આ કાર્યશાળા માં ગુજરાતના આદિજાતિ વિસ્તાર ના જિલ્લાના આદિજાતિ ના ધણા વડીલ સભ્યોએ પણ તેમના અનુભવો અને ન્યાય પ્રણાલિકા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે આદિવાસી સમાજની ન્યાય પ્રણાલિકા પરંપરાઓ આપણા દેશના વિકાસમાં કેવી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ કાર્યશાળામાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આદિવાસી સમાજની ન્યાય પ્રણાલિકા પરંપરાઓનું મહત્વ, તેમજ આદિવાસી સમાજની ન્યાય પ્રણાલિકા પરંપરાઓને મજબૂત બનાવવાની રીતોનો સમાવેશ થાય છે.
આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજની ન્યાય પ્રણાલિકા પરંપરાઓને સમજવાનો અને તેમના મહત્વને પ્રકાશિત કરવાનો હતો. કાર્યશાળા આદિવાસી સમાજની ન્યાય પ્રણાલિકા પરંપરાઓ વિશે જાગૃતિ લાવવા અને આ પરંપરાઓને મજબૂત બનાવવા માટે એક મંચ પૂરો પાડ્યો.
કાર્યક્રમનું સંસાલન કાર્યશાળા ના કોડીનેટર ડો.મહેશ બારડ દ્વારા કરવામાં આવેલ અને આદિજાતિ કલ્યાણ આશ્રમ ના કાર્યકર્તા વિમલભાઈ શાહે તમામ વ્યવસ્થામાં સહભાગી બન્યા હતા સાથે યુનિવર્સિટીના કુલસચિવ ડો.વિજયસિંહ વાળા માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ એ આ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
