<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

ઉચ્ચ શિક્ષણની વાતો કરી કરોડોનો ધુમાડો કરવા છતાં ખાપરબુંદા ગામે પ્રા.શાળાના જર્જરિત ઓરડાને કારણે બાળકો ખાનગી મકાનમાં બેસી ભણવા મજબૂર

શાળાનું મધ્યાહન ભોજનનું મકાન પણ જર્જરિત હાલતમાં હોવાને કારણે અન્ય ભોજન બનાવવા સંચાલક મજબૂર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાપરબુંદા ગામે પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓને કારણે બાળકો ગામનાં અન્ય મકાનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે.
ડેડીયાપાડા તાલુકામાં આવેલાં ઉમરાણ ગ્રામ પંચાયતમાં આવેલા અને ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ના ખાપરબુંદા ગામે છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતાં ગામનાં અન્ય મકાનમાં બાળકોને બેસાડી ભણવા મજબૂર બન્યા છે. આશરે 400 ની વસ્તી ધરાવતા ખાપરબુંદા ગામમાં પ્રાથમિક શાળામાં માત્ર બે ઓરડાઓ છે તે પણ જર્જરિત હાલતમાં છે. શાળામાં બે શિક્ષકો ફરજ બજાવે છે. ગામનાં આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં શાળાનું નવું મકાન ન બનતાં ગામનાં બાળકો ગામની પ્રાથમિક શાળા છોડી અન્ય સ્કૂલોમાં એડમિશન લેવા મજબૂર બન્યા છે. જેને કારણે ગામની શાળામા બાળકોની સંખ્યા ઓછી થવા લાગી છે. તો તાત્કાલિક આ શાળાના ઓરડાઓ બાંધવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
સાથે સાથે શાળાનું મધ્યાહન ભોજનનું મકાન પણ જર્જરિત હાલતમાં હોય જેને કારણે મધ્યાહન ભોજન સંચાલક દ્વારા પોતાના ઘરમાં બાળકો માટે ભોજન બનાવી લાવી શાળાના ઓટલા પર બેસાડી જમાડવામાં આવે છે. મધ્યાહન ભોજન નાં જર્જરિત ઓરડાને સંચાલક ને ચોમાસા જેવી ઋતુમાં ખુબજ તકલીફનો સામનો કરવો પડે છે.
 તાલુકા સ્વાગત કાર્યક્રમમાં શાળાના જર્જરિત ઓરડાઓ બાબતે રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી : અગ્રણી
  પ્રજાનાં વણઉકેલ્યા પ્રશ્નોને સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી પ્રશ્નોને નિરાકરણ માટે સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં એક વર્ષ પેહલા ખાપરબુંદા ગામની શાળાના જર્જરિત ઓરડાઓ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. જેમાં તાલુકા શિક્ષણાધિકારી એ ટુંક સમયમાં શાળાના ઓરડાઓનું કામ ચાલુ થઈ જશે એમ જણાવ્યું હતું. પરંતુ એક વર્ષથી વધુ સમય થવા છતાં કામ શરૂ નથી થયું. માટે જલદી ઓરડાનું કામ શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે. તેમ ગામના અગ્રણી અમૃત વસાવા એ જણાવ્યું હતું

(10:21 PM IST)