<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, નર્મદા માં સહમંત્રી તરીકે કૈલાસભાઈ ભાવસાર ની નિમણુક કરાઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા માં કાર્યરત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જિલ્લા માં ગ્રાહકો ને લગતી ફરિયાદો બાબતે સક્રિય કાર્ય કરી રહ્યું છે જેમાં હાલમાં સહમંત્રી તરીકે પોલીસ વિભાગ ના નિવૃત્ત વ્યક્તિ કૈલાસભાઈ ભાવસારની નિમણુક કરવામાં આવતા ગ્રાહક ને લગતી કોઈપણ દુકાનદાર સામે કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો સંસ્થા માં જાણ કરવા  જણાવ્યું છે.
આમ તો અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, નર્મદામાં પ્રવિણસિંહ ગોહીલ (પ્રાંત કારોબારી સભ્ય)સુજલ મીસ્ત્રી(જીલ્લા અધ્યક્ષ)યોગેશભાઈ ભાલાણી (મહામંત્રી) તરીકે ઘણા સમયથી કાર્ય કરી રહ્યા છે ત્યારે હાલમાં એક નિવૃત્ત પોલીસ સ્ટાફના વ્યક્તિને પણ સહ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે

(10:23 PM IST)