News of Tuesday, 3rd December 2024
દેડીયાપાડા બારોટ શાળાની સગીર વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા લંપટ શિક્ષક વિરૂધ્ધ ફરિયાદ
શૈક્ષણીક સંસ્થામા શિક્ષક તરીકેની ફરજમાં ભોગ બનનાર સગીર વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરી જાતીય સતામણી કરતા લોકોમાં ભારે રોષ: આસિસ્ટન્ટ કોમ્પ્યુટર શિક્ષક તરીકે કામ કરતા આ લંપટ એ સંસ્થાનું નામ ડૂબાડ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં શિક્ષણ વિભાગમાં સર્મસાર ઘટના બનતા આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત વિગતો અનુસાર દેડીયાપાડાની શ્રી એ.એન. બારોટ સ્કૂલના લંપટ શિક્ષકે એક સગીર વયની વિદ્યાર્થિનીની છેડછાડ કરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે, જેમાં સગીર દીકરીના પિતા એ પોલીસ ને આપેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દિકરી ડેડીયાપાડા ખાતે આવેલ શ્રી એ.એન.બારોટ સ્કૂલમાં અભ્યાસ કરતી હોય અને ગઈ તા.૨૯/૧૧/૨૦૨૪ ના રોજ અનિલકુમાર.બી.રાજવી, બારોટ સ્કુલ, ડેડીયાપાડાના કોમ્પ્યુટર વિષય ના શિક્ષક એ કમ્પ્યુટરનો ક્લાસ પુર્ણ કરી કમ્પ્યુટર રૂમમાં બાળકી ને બેસાડી તને ઠંડી લાગે છે? તેમ કહી બાળકી એ હા પાડતા આ લંપટ શિક્ષકે અચાનક હાથ પકડી તા.૦૨/૧૨/ ૨૦૨૪ ના દિવસે પણ ક્લાસ રૂમમાં બાળકી ને તને તારા વ્હાલામાં વ્હાલાના કસમ છે, તું બહાર આવ, મારે તારી સાથે વાત કરવી છે. તેમ કહી શૈક્ષણીક સંસ્થામા શિક્ષક તરીકેની ફરજમાં સગીર વિધાર્થીનિ સાથે શારીરિક અડપલા કરી જાતીય સતામણી કરતા દેડીયાપાડા પોલીસે લંપટ શિક્ષક અનિલ રાજવી વિરૂધ્ધ પોક્સો સહિત ની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે. જોકે જાણવા મળ્યા મુજબ દેડીયાપાડા પોલીસે આ શિક્ષક ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
