<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

રાજપીપળા કરજણ નદી કિનારે આવેલા વહાણવટી સિકોતર માતાજીના મંદિરે 24 પરિક્રમાવસીઓ વિસામો

આખા વર્ષ દરમિયાન આ મંદિરે ૧૫૦૦ થી વધુ પરિક્રમાવાસીઓ આવતા હોય રેવા આદેશ અન્ન ક્ષેત્ર સંસ્થા દ્વારા તેમને રહેવા, જમવા અને ચાહ નાસ્તા ની નિશુલ્ક વ્યવસ્થા કરાઇ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા કરજણ નદી કિનારે આવેલા વહાણવટી સિકોતર માતાજી ના મંદિરે હાલમાં 24 પરિક્રમાવસીઓ વિસામો કરી રહ્યા છે ત્યારે રોજ સવાર સાંજ આરતી કરી બીજા દિવસે પ્રસ્થાન કરે છે જ્યારે કેટલાક અશક્ત પરિક્રમાવાસીઓ બે ત્રણ દિવસ નું રોકાણ પણ કરતા હોય છે અને આખા વર્ષ માં આવા લગભગ ૧૫૦૦ થી વધુ પરિક્રમાવસીઓ આ મંદિરે રોકાણ કરતા હોય આ તમામ ને રેવા આદેશ અન્ન ક્ષેત્ર સંસ્થા દ્વારા રહેવા, જમવા અને ચાહ નાસ્તા ની નિશુલ્ક વ્યવસ્થા આપવામાં આવે છે જેનું સમગ્ર સંચાલન રાજેન્દ્રસિંહ રાહુલજી કરી રહ્યા છે.

(10:38 PM IST)